ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહાઠગ સુકેશ ચંદ્રશેખર અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે! પત્રમાં કર્યા અનેક ખુલાસા

નવી દિલ્હી, 29 ફેબ્રુઆરી: ઠગ સુકેશ ચંદ્રશેખરે તિહાર જેલમાંથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે સીએમ અરવિંદ કેજરીવાલ પર તેમના પરિવારને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત, તેણે કેજરીવાલ સામે ચૂંટણી લડવાનો દાવો કર્યો છે.  સુકેશે આરોપ લગાવ્યો છે કે તેના પરિવારને છેલ્લા કેટલાક દિવસોથી મોબાઈલ નંબર પરથી સતત કોલ કરીને ધમકી આપવામાં આવી રહી છે. સતેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલના નજીકના અધિકારીઓ પણ તેને જેલની અંદર ધમકાવી રહ્યા છે.

 કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવાની લાલચ આપી

સુકેશે પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે હું ડરતો નથી. હું ટૂંક સમયમાં તમને સીબીઆઈ સમક્ષ ખુલ્લા પાડીશ. સુકેશ દાવો કર્યો છે કે, જ્યાંથી અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડશે ત્યાં હું સ્વતંત્ર ઉમેદવાર બનીને ઊભો રહીશ. સુકેશે આરોપ લગાવ્યો છે કે  કેજરીવાલે તેને તમિલનાડુથી લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવાની લાલચ આપી હતી. આ પહેલીવાર નથી જ્યારે સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર કોઈ આરોપ લગાવ્યા હોય. આ પહેલા પણ તેમણે કેજરીવાલ પર અનેકવાર અનેક આરોપો લગાવ્યા હતા.

અગાઉ પણ કેજરીવાલ પર સુકેશે લગાવ્યા હતા ગંભીર આરોપ

 મે 2023માં તેણે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનને સજાવવા માટે કરવામાં આવેલી ખરીદીની તપાસની માંગ કરી હતી. સુકેશે દાવો કર્યો હતો કે તેણે કેજરીવાલના સરકારી ઘર માટે મોંઘા ફર્નિચર અને પથારી માટે પૈસા ચૂકવ્યા હતા. તેણે વધુમાં કહ્યું હતું કે આ ફર્નિચર સિવાય તેણે ક્રૉકરી માટે પણ ચૂકવણી કરી હતી. 15 થાળી પ્લેટ અને 20 ચાંદીના ગ્લાસ અને કેટલીક મૂર્તિઓ ખરીદીને સત્તાવાર નિવાસસ્થાને પહોંચાડી હતી. તેણે રૂ. 45 લાખની કિંમતનું ઓલિવ ગ્રીન રંગનું 12 સીટર ડાઇનિંગ ટેબલ, રૂ. 34 લાખની કિંમતનું બેડરૂમ માટેનું ડ્રેસિંગ ટેબલ, સાત અરીસાઓ, દિવાલ ઘડિયાળો અને કેટલીક અન્ય વસ્તુઓ પણ ખરીદી હતી.

ઉલ્લેખનીય છે કે 500 કરોડની છેતરપિંડીના આરોપમાં પકડાયેલો ઠગ સુકેશ ચંદ્રશેખર દિલ્હીની જેલમાં કેદ છે. અગાઉ પણ આવા ઘણા અહેવાલો આવ્યા છે જેમાં સુકેશે જેલમાંથી બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝને વિદેશી નંબર પરથી ડઝનબંધ મેસેજ મોકલ્યા હતા. સુકેશે જેકલીનને વોટ્સએપ પર એક મેસેજમાં કહ્યું હતું કે ‘કાળા સૂટ પહેરીને કોર્ટમાં આવો’. જેક્લીને આની સામે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી અને કોર્ટમાં અરજી પણ કરી હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં સરકાર ચલાવવા માટે મને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ: અરવિંદ કેજરીવાલ

Back to top button