એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવીડિયો સ્ટોરી

એવા લોકોએ UPSCની પરીક્ષા ન આપવી જોઇએઃ ટૉપ કર્યા પછી આદિત્ય શ્રીવાસ્તવનો પ્રતિભાવ

  • UPSC ટોપર આદિત્ય શ્રીવાસ્તવે કહ્યું કે જો કોઈ કાર, બંગલા અને શોખ માટે આ ક્ષેત્રમાં આવવાની ઈચ્છા રાખતા હોચ તો તેમનો આ જોષ બહુ જલ્દી ઉતરી જાય છે

હૈદરાબાદ, 17 એપ્રિલ: UPSC CSE 2023 ના અંતિમ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે લખનઉના આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયા રેન્ક વન મેળવીને પરીક્ષામાં ટૉપ કર્યું છે. આદિત્ય લખનઉનો છે અને હૈદરાબાદમાં આઈપીએસની ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેમની પસંદગી અગાઉ પણ થઈ હતી અને તેમને આઈપીએસ સેવા મળી હતી જેનાથી તેઓ સંતુષ્ટ ન હતા. તેમણે તેની તૈયારી ચાલુ રાખી અને આ વર્ષે માત્ર પરીક્ષા પાસ કરી જ નહીં પરંતુ ઓલ ઈન્ડિયા રેન્ક વન સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આદિત્ય શ્રીવાસ્તવે તેમના પ્રેરક ભાષણમાં ઘણી ઉપયોગી બાબતો શેર કરી.

આ કારણોથી ન કરો તૈયારી

પરિણામ જાહેર થયા બાદ આદિત્ય શ્રીવાસ્તવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે તૈયારી અને આ ક્ષેત્રમાં જોડાવા સંબંધિત મહત્વની બાબતો શેર કરી છે. આદિત્ય કહે છે કે શરૂઆતમાં લોકો અહીં મળતી કાર, બંગલા વગેરે જેવી સુવિધાઓથી આકર્ષાય છે પરંતુ આ જોશ થોડા જ દિવસોમાં ઉતરી જાય છે.

તેમણે કહ્યું કે જો તમે આ બધી સુવિધાઓથી આકર્ષાઈને આવતા હોય તો આ ક્ષેત્રમાં ન આવશો. કારણ કે આ શોખ એક મહિના, બે મહિના અથવા સો દિવસમાં સમાપ્ત થઈ જાય છે. આ પછી વાસ્તવિક સંઘર્ષ શરૂ થાય છે.

આદિત્યએ કહ્યું કે આ સેવાઓને એવી રીતે રજૂ કરવામાં આવી છે કે તેમાં ઘણી બધી લક્ઝરી છે પરંતુ તે તમને લાંબા સમય સુધી બાંધી શકશે નહીં. આ સેવાની વિશેષતા એ છે કે તમે માત્ર તમારા પોતાના જીવનને જ નહીં પરંતુ લાખો જીવનને પ્રભાવિત કરી શકો છો. તેમણે નક્સલવાદનું ઉદાહરણ આપીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

અહીં જૂઓ વીડિયો:

 

તેમણે કહ્યું કે દંડકારણ્ય ભારતમાં એક એવો વિસ્તાર છે જે નક્સલવાદથી ખરાબ રીતે પ્રભાવિત છે. અહીં સામાન્ય લોકોને શિક્ષણ અને દવા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. જો તમે ત્યાં જઈને આ લોકોને આ અને આવી અન્ય સુવિધાઓ આપી કે અપાવી શકો છો, આ છે સેવાનો ફાયદો છે. જો તમને આવા કામમાં રસ હોય તો આવો આ ક્ષેત્રમાં.

પ્રથમ રેંકની અપેક્ષા ન હતી: આદિત્ય શ્રીવાસ્ત

UPSC CSE પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવનાર આદિત્યે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ટૉપ કરશે. તેની ઈચ્છા માત્ર ટૉપ 70માં પોતાનું નામ આવી જાય એટલી જ હતી. આ તેના માટે આશ્ચર્ય સમાન હતું. આદિત્યએ અહીં સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે, IIT કાનપુરમાંથી એન્જિનિયરિંગ કરી રહેલા આદિત્યે UPSC માટે ક્રિકેટનો શોખ અને ઉચ્ચ પગારવાળી નોકરી પણ છોડી દીધી છે.

આ પણ વાંચો: યુપીએસસી 2023 CSEનું જાહેર થયું પરિણામ, આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટૉપ

Back to top button