ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમણો હાથ ગુમાવ્યા છતાંય યુવક સખત મહેનત કરીને ઓડિટ અધિકારી બન્યો

ભાવનગર, 29 જાન્યુઆરી: બિહારના કૈમુર જિલ્લાના સરૈયા ગામ વતની ચંદ્રશેખર સિંહ જમણા હાથના અંગવિચ્છેદન છતાં ડાબા હાથથી લખવાની સખત પ્રેક્ટિસ કરીને AAO (આસિસ્ટન્ટ ઑડિટર ઑફિસર) બન્યા છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી સ્થાપિત કરવા માટે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. ચંદ્રશેખર સિંહે પડોશના ગામ ઉમાપુરમાંથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને બ્લોક હેડક્વાર્ટર સ્થિત હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ કર્યું. જિલ્લા મુખ્યાલય ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલે સ્નાતક પૂર્ણ કર્યું, ત્યારબાદ IGNOUમાંથી અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ચંદ્રશેખર સિંહ હાલમાં ભભુઆ બ્લોકની ડિહરા પંચાયતમાં પંચાયત રોજગાર સેવક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

અકસ્માતમાં જમણો હાથ ગુમાવ્યો હતો

ચંદ્રશેખર સિંહની કહાની ખૂબ જ રસપ્રદ છે, તે કેવા પ્રતિભાશાળી યુવક છે, તે એ વાત પરથી જાણી શકાય છે કે તેમણે 2006માં CISF અને બિહાર પોલીસમાં ઈન્સ્પેક્ટરની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ 2008માં આવ્યું હતું અને બંને પરીક્ષાઓના પરિણામો તેમણે સફળતા મેળવી હતી, છતાં ભાગ્યમાં કંઈક બીજું જ લખ્યું હતું. બે પરિણામોની ઉજવણી કરે તે પહેલાં જ, પંચાયત રોજગાર સેવકની વિશેષ તાલીમ દરમિયાન ગામ પાસે તેમનો ગંભીર અકસ્માત થયો હતો. જ્યાં તેમણે પોતાનો જમણો હાથ ગુમાવવો પડ્યો હતો.

ડાબા હાથથી લખવાની પ્રેક્ટિસ કરીને સફળતા મેળવી

હાથ ગુમાવ્યા બધા તેમના તમામ પ્રયત્નો વ્યર્થ અને જીવનના માર્ગ વધુ મુશ્કેલ થવા લાગ્યા હતા. તેમ છતાંય ચંદ્રશેખરે ક્યારેય હાર ન માની અને તેમનો જમણો હાથ કપાઈ ગયા પછી, તેમણે તેમના ડાબા હાથથી લખવાની પ્રેક્ટિસ શરૂ કરી અને દિવસ-રાત સખત મહેનત કરી. આ સમયે તેમણે ઘણી પરીક્ષા આપી પરંતુ તેઓ ઓછા માર્ક્સ ના કારણે પાછળ રહ્યા. આખરે તેમની મહેનતનું ફળ મળ્યું અને તાજેતરમાં BPSC દ્વારા લેવાયેલી પરીક્ષામાં પાસ થયા બાદ તે આસિસ્ટન્ટ ઓડિટર ઓફિસરના પદ માટે પસંદગી પામ્યા છે. તેમની સફળતાને લઈને ગામમાં ખુશીનો માહોલ છે. એટલું જ નહીં, તેમને અભિનંદન પાઠવા માટે તેમના ઘરે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.

પ્રેક્ટિસ કરતી વખતે હથેળી પર ફોલ્લાઓ પડી જતા

ભાવનગર રેલ્વે મંડલમાં જનસંપર્ક નિરીક્ષક તરીકે કાર્યરત તેમના બહનોઈ શંભુ સિંહે જણાવ્યું કે ચંદ્રશેખર સિંહ બાળપણથી જ વાંચન અને લેખનમાં ખૂબ જ રસ ધરાવતા હતા. અકસ્માતમાં તેમનો જમણો હાથ કપાઈ ગયા પછી, ડાબા હાથથી લખવાની પ્રેક્ટિસ કરતી વખતે તેમની હથેળી પર ફોલ્લાઓ પડી જતા હતા. આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરનું પદ મેળવ્યા બાદ દરેક વ્યક્તિ તેમની ભાવનાને સલામ કરી રહ્યા છે. ખરેખર ચંદ્રશેખર સિંહ આજની પેઢીના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. ચંદ્રશેખર સિંહે તેમની અદ્ભુત સફળતાનો શ્રેય તેમની માતા અનારકલી દેવી, પિતા સુખરામ સિંહ, ચાચા વિજય નારાયણ સિંહ, મોટા ભાઈ સંતોષ કુમાર સિંહ અને તેમના સાથીદારો અને શિક્ષકોને આપ્યો છે.

આ પણ વાંચો: પરીક્ષા પે ચર્ચા: PM મોદીએ વિદ્યાર્થીઓને Reels જોવાના ગેરફાયદા ગણાવ્યા

Back to top button