ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ ભરવાનું થશે મોંઘુ, બેંકો 1 મેથી કરી રહી છે આ ફેરફારો

Text To Speech
  • યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકના નવા નિયમો 1 મેથી બદલાશે
  • બચત ખાતામાં 25 હજાર રૂપિયા રાખવા જરૂરી

HD ન્યૂઝ ડેસ્ક, 30 એપ્રિલ, આજકાલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એકદમ સામાન્ય બની ગયો છે. મોટાભાગના લોકો તેમના ખર્ચાઓને પહોંચી વળવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. આનાથી ચૂકવણી કરવાનું સરળ બને છે પરંતુ હવે ક્રેડિટ કાર્ડ પર વીજળી અને પાણીનું બિલ ચૂકવવું મોંઘુ થઈ જશે. 1 મેથી ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. તેની સીધી અસર ક્રેડિટ કાર્ડ દ્વારા વીજળી અને પાણીનું બિલ ચૂકવવા પર પડશે કારણ કે 1 મેથી, ક્રેડિટ ઇશ્યુ કરનાર બેંકો બિલ ચૂકવનારાઓ પાસેથી 1 ટકા ચાર્જ લેવાનું શરૂ કરશે.

બચત ખાતામાં 25 હજાર રૂપિયા રાખવા જરૂરી
બચત ખાતાની સરેરાશ જમા રકમમાં ફેરફાર થશે. પ્રો મેક્સ એકાઉન્ટમાં જાળવવાની લઘુત્તમ સરેરાશ રકમ 50 હજાર રૂપિયા છે. મહત્તમ ફી 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હવે બચત ખાતામાં ઓછામાં ઓછા 25 હજાર રૂપિયા રાખવા પડશે.

ક્રેડિટ કાર્ડ હોવું એ પહેલા કરતા મોંઘુ પડશે
યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકે માહિતી આપી છે કે તેઓ 1 મેથી યુટિલિટી બિલ પેમેન્ટ પર 1 ટકા ચાર્જ લેશે. આ કારણે જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા 2000 રૂપિયાનું વીજળી બિલ ભરો છો તો તમારે 20 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. તેમજ ક્રેડિટ કાર્ડ મેન્ટેનન્સ ફીમાં વધારો થશે. મતલબ કે ક્રેડિટ કાર્ડ હોવું પણ પહેલા કરતા મોંઘુ થઈ જશે. આ સાથે બેંકોએ હાલ માટે ગ્રાહકોને થોડી રાહત પણ આપી છે. યસ બેંકે યુટિલિટી બિલ પર 15000 રૂપિયા સુધીની મફત વપરાશ મર્યાદા પણ આપી છે અને IDFC ફર્સ્ટ બેંકે 20000 રૂપિયા સુધીની મફત વપરાશ મર્યાદા આપી છે. આના કારણે તમે યસ બેંકમાંથી રૂ. 15 હજાર સુધીના યુટિલિટી બિલ અને IDFC ફર્સ્ટ બેન્કમાંથી રૂ. 20 હજાર સુધી તમે કોઈપણ ફી ચૂકવ્યા વગર યુટિલિટી બિલ ચૂકવી શકશો. આનાથી વધુ ચુકવણી પર 1% ચાર્જ તેમજ 18% GST ચૂકવવો પડશે.

આ પણ વાંચો..નવી કાર ખરીદો તો અધધ ડિસ્કાઉન્ટ? ગુજરાત સહિત 21 રાજ્યોએ કઈ શરતે કરી આ જાહેરાત?

Back to top button