ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

પાતાળ સાથે સીધુ કનેક્શન ધરાવતો વિશ્વનો સૌથી ઊંડો ખાડો: ગુફાઓ અને ટનલોનું ભયંકર નેટવર્ક

  • વિજ્ઞાનીઓને મેક્સિકોના યુકાટન દ્વીપકલ્પની ચેતુમલ ખાડીમાં 1380 ફૂટ ઊંડો ખાડો મળી આવ્યો 

HD ન્યૂઝ ડેસ્ક, 30 એપ્રિલ: વિજ્ઞાનીઓને વિશ્વનો સૌથી ઊંડો ખાડો મળી આવ્યો છે. તે પાતાળ સાથે સીધો સંબંધ ધરાવે છે. તેની અંદર ગુફાઓ અને સુરંગોનું ભયંકર નેટવર્ક છે. જે તેને પૃથ્વીના આંતરિક સ્તર સાથે જોડે છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકો પણ તેની સંપૂર્ણ ઊંડાઈને માપવામાં સક્ષમ નથી. તે મેક્સિકોના યુકાટન દ્વીપકલ્પની ચેતુમલ ખાડી(Chetumal Bay)માં છે. તેનું નામ તામ જા બ્લુ હોલ(Taam Ja Blue Hole) છે. અત્યાર સુધી વિજ્ઞાનીઓ તેની ઊંડાઈને માપી શક્યા નથી પરંતુ પ્રારંભિક ગણતરી મુજબ તે લગભગ 1380 ફૂટ ઊંડો છે. તે પણ દરિયાની સપાટીની નીચે. તેનો અર્થ એ કે તે પાતાળ સાથે સીધો સંબંધ ધરાવે છે. વૈજ્ઞાનિકો હજુ તેના તળિયે સુધી પહોંચી શક્યા નથી.

આ પહેલા દક્ષિણ ચીન સાગરમાં ડ્રેગન હોલના નામે સૌથી ઉંડા ખાડાનો રેકોર્ડ હતો. તે 990 ફૂટ ઊંડો હતો. જ્યારે તામ જા બ્લુ હોલ ચીનના ખાડા કરતા 390 ફૂટ ઊંડો છે. ગયા વર્ષે 6 ડિસેમ્બરે સ્કુબા ડાઇવર્સે આ ખાડો શોધી કાઢ્યો હતો. જે અંગેનો અહેવાલ આ વર્ષે 29 એપ્રિલે ફ્રન્ટિયર્સ ઇન મરીન સાયન્સ(Frontiers in Marine Science) જર્નલમાં પ્રકાશિત થયો છે. વિજ્ઞાનીઓએ તેની ઊંડાઈ માપવા માટે કન્ડક્ટિવિટી, ટેમ્પરેચર એન્ડ ડેપ્થ પ્રોફાઇલર (CTD) ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ દરિયાની નીચેની સપાટીનો વાસ્તવિક સમયનો ડેટા પ્રદાન કરે છે. જે દર્શાવે છે કે, આ દુનિયાનો સૌથી ઊંડો બ્લુ હોલ છે. હજુ સુધી કોઈ ડાઇવર કે સબમરીન તેની તળેટી સુધી પહોંચી શકી નથી.

બ્લૂ હૉલ શું છે?

CTD પ્રોફાઈલરથી એવું પણ જાણવા મળ્યું છે કે, 1312 ફૂટની ઊંડાઈએ આવેલા આ ખાડામાંથી ઘણી ગુફાઓ અને ટનલ નીકળે છે. જે એકબીજા સાથે જોડાયેલા છે. અહીંનું તાપમાન અને ખારાશ કેરેબિયન સમુદ્ર જેવું છે. બ્લુ હોલ એટલે સિંકહોલ. પરંતુ આ પાણીની અંદર છે. આ જમીનની અંદર ઊભા ખાડાઓ છે. જે પાછળથી નીચેની ટનલના નેટવર્ક સાથે જોડાયેલા હોય છે અથવા તો ક્યારેક કનેક્ટ પણ થતા નથી.

તેમની તળેટીમાં સામાન્ય રીતે લાઈમસ્ટોન, આરસ અને જીપ્સમ મળી આવે છે. આવો જ એક પ્રસિદ્ધ બ્લુ હોલ બહામાસનો ડીન્સ બ્લુ હોલ છે. ઇજિપ્તનો દહાબ બ્લુ હોલ અથવા બેલીઝનો ગ્રેટ બ્લુ હોલ પણ છે. વિજ્ઞાનીઓએ લખ્યું છે કે, આ ખાડાની વાસ્તવિક ઊંડાઈ શોધવામાં હજુ થોડો સમય લાગી શકે છે કારણ કે આપણા સાધનો આટલી ઊંડાઈ સુધી જઈ શકતા નથી. CTD પ્રોફાઇલર 1640 ફૂટ સુધી જઈ શકે છે પરંતુ પાણીની અંદરના પ્રવાહને કારણે તેના કેબલ તૂટવાનું જોખમ રહેલું છે. તેથી તેને 1380 ફૂટથી પાછળ ખેંચી લેવામાં આવ્યું હતું.

આ પણ જુઓ: ગગનયાન મિશનની વધુ નજીક પહોંચ્યું ISRO: મહત્ત્વપૂર્ણ પરીક્ષણ કરવા સજ્જ, જાણો

Back to top button