બિઝનેસ

શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ: ઇન્ફોસિસ અને RILમાં દબાણથી નિફ્ટી-સેન્સેક્સ લાલ નિશાનમાં

Stock Market News : ભારતીય શેરબજારમાં આજે શરૂઆતના કારોબારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ઇન્ફોસિસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના શેરોમાં ઘટાડાના કારણે નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં દબાણ જોવા મળ્યું, જ્યારે HDFC બેંક અને L&Tના શેરોમાં થયેલી ખરીદી બજારને સપોર્ટ આપતી જોવા મળી.

NSE નિફ્ટી 50 શરૂઆતના કારોબારમાં 24,133 સુધી પહોંચ્યા બાદ નીચે સરકીને 24,058 સુધી આવ્યો હતો. બીજી તરફ BSE સેન્સેક્સ પણ 77,281 સુધી વધ્યા બાદ 77,066 સુધી ઘટ્યો હતો. રોકાણકારોમાં વૈશ્વિક બજારો અને અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણયને લઈને સાવચેતીનો માહોલ રહ્યો હતો.

અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદર 3.5%થી 3.75% વચ્ચે યથાવત રાખ્યા હતા, પરંતુ 2026 માટે વ્યાજદરનો અંદાજ વધારાતા વૈશ્વિક બજારોમાં દબાણ જોવા મળ્યું હતું. જેના પ્રભાવ ભારતીય બજાર પર પણ પડ્યા હતા.

સેક્ટોરલ ઈન્ડેક્સમાં નિફ્ટી ITમાં સૌથી વધુ 1.71 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ડિફેન્સ, FMCG, મેટલ અને PSU બેંક સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ડિફેન્સ 0.55 ટકા અને FMCG ઈન્ડેક્સ 0.30 ટકા સુધી મજબૂત રહ્યો હતો.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

રૂપિયો પણ અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો અને 19 પૈસા ઘટીને 94.72 સુધી પહોંચ્યો હતો. બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વ્યવસ્થાના કારણે બ્રેન્ટ ક્રૂડ ફરી 79 ડોલર પ્રતિ બેરલની નીચે આવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બ્રોકરેજ હાઉસિસે પણ અનેક શેરોને લઈને મહત્વપૂર્ણ ભલામણો આપી હતી. મેક્વેરીએ એશિયન પેઇન્ટ્સ, ટાઇટન અને HUL જેવા કન્ઝ્યુમર શેરોને પસંદગીના સ્ટોક તરીકે ગણાવ્યા હતા. જ્યારે સિટી અને કોટક સિક્યોરિટીઝે વેદાંતામાં ‘Buy’ રેટિંગ આપ્યું હતું.

શેરોમાં મોટી ખરીદી

શેરબજારમાં આજે કોરોના રેમેડીઝ અને DOMS ઇન્ડસ્ટ્રીઝમાં મોટા બ્લોક ડીલ્સ પણ જોવા મળ્યા હતા. મ્યુચ્યુઅલ ફંડ્સ અને સંસ્થાગત રોકાણકારોએ આ શેરોમાં મોટી ખરીદી કરી હતી.

બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વૈશ્વિક આર્થિક સંકેતો, ક્રૂડ ઓઇલના ભાવ અને વિદેશી રોકાણકારોની ગતિવિધિ ભારતીય શેરબજારની દિશા નક્કી કરશે..

આ પણ વાંચો : અયોધ્યામાં રામભક્તો સાથે છેતરપીંડી, ડોનેશનની સાથે સાથે સોનામાં પણ કૌભાંડ થયું

 

Back to top button