બિઝનેસ

અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીથી શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 1,200 પોઈન્ટનો ઉછાળો

Stock market rally on US-Iran peace deal: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતીના સકારાત્મક સંકેતો બાદ ભારતીય શેરબજારમાં સોમવારે જબરદસ્ત તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં વધેલા વિશ્વાસ અને કાચા તેલના ઘટેલા ભાવને કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,197 પોઈન્ટના જંગી ઉછાળા સાથે 76,725ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 50 પણ 361 પોઈન્ટ વધીને 23,984ની નજીક પહોંચ્યો હતો. બેંક નિફ્ટીમાં પણ 864 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સ્મોલકૅપ અને મિડકૅપ સેગમેન્ટમાં પણ તેજી

બજારમાં આવેલી આ તેજી માત્ર મોટા શેરોમાં જ નહીં પરંતુ સ્મોલકૅપ અને મિડકૅપ સેગમેન્ટમાં પણ જોવા મળી હતી. નિફ્ટી સ્મોલકૅપ 100 અને નિફ્ટી મિડકૅપ 100 ઈન્ડેક્સમાં 1.3 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો.

સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો રિયલ્ટી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, FMCG, મેટલ અને PSU બેન્ક શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. જોકે ફાર્મા સેક્ટર દબાણ હેઠળ રહ્યો હતો.

વિશ્વબજારમાં સકારાત્મક માહોલનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ ડીલ માનવામાં આવી રહી છે. બંને દેશોએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક સમજૂતી ફ્રેમવર્ક પર સહમતિ દર્શાવી છે. આ સમાચાર બાદ કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો.

બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 84 ડોલરથી નીચે

બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 84 ડોલરથી નીચે આવી ગયો હતો, જ્યારે WTI ક્રૂડ 80 ડોલરથી નીચે સરકી ગયો હતો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલવાની શક્યતા અને સપ્લાય ચેઇન સામાન્ય બનવાની આશાએ રોકાણકારોમાં જોખમ લેવાની ક્ષમતા વધી છે.

બજાર નિષ્ણાતોના મતે જો વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર રહેશે અને કાચા તેલના ભાવ નિયંત્રણમાં રહેશે તો ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં પણ સકારાત્મક વલણ ચાલુ રહી શકે છે.

આ પણ વાંચો : NEET પેપર લીક કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, રાજસ્થાનથી બે અને બિહારમાંથી એકની ધરપકડ

Back to top button