ટોપ ન્યૂઝબિઝનેસ

Stock Market Crush : 24 કલાકમાં બીજી વાર પીએમ મોદીએ સોનું, પેટ્રોલ-ડિઝલ પર કરી અપીલ, શેર માર્કેટ ક્રેશ

Stock Market : શેર માર્કેટમાં મંગળવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટના બંન્ને ઈન્ડેક્સ સોમવારે ક્રેશ થયા બાદ સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર વાળા સેન્સેક્સ 700 અંકથી ઘટીને વેપાર કરતો જોવા મળ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ 160 અંકથી વધુ ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો. સૌથી વધુ ઘટાડો infosys, tech mahindra, tcs સહિત અન્ય ટેક કંપનીએના શેરમાં જોવા મળ્યો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોનું ન ખરીદવા અને પેટ્રોલ- ડિઝલનો મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ કર્યા બાદ સતત બીજા દિવસે શેર માર્કેટમાં ભયનો માહોલ જોવા મળ્યો. પીએમ મોદીએ 24 કલાકમાં પોતાની અપીલનું પુનરાવર્તન કર્યું હતું.

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

કારોબારની શરુઆત થતા જ બીએસઈના સેન્સેક્સ 76,015 સાથે બંધ થયું હતું અને મોટા પ્રમાણમાં ઘટાડા સાથે 75,688 પર ખુલ્યો હતો, પછી થોડી વારમાં તેમાં ઘટાડો વધુ થયો. માત્ર 5 મિનિટના વેપાર દરમ્યાન BSE સેન્સેક્સ 723 અંકથી વધુ ટૂટીને 75,219ના લેવલ પર નીચે પડ્યો હતો.

આ પણ વાંચો : મોટી આગાહી: ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

 

Back to top button