શેરબજાર વધારા સાથે થયું બંધ, સેન્સેક્સ 320 અને નિફ્ટી 24,800ને થયો પાર

નવી દિલ્હી, 29 મે 2025: ભારતીય મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, ગુરુવારના ટ્રેડિંગ સત્રમાં લીલા નિશાનમાં બંધ થયા, સેન્સેક્સ ૩૨૦.૭૦ પોઈન્ટ્સ અથવા ૦.૩૯ ટકા વધીને ૮૧,૬૩૩.૦૨ પર બંધ થયો, અને નિફ્ટી ૫૦ ૮૧.૧૫ પોઈન્ટ્સ સાથે ૦.૩૩ ટકા પોઝિટિવ થઈને ૨૪,૮૩૩.૬૦ પર બંધ થયો. આજે NSE પર 2,947 શેરનું ટ્રેડિંગ થયું. આમાંથી 1,510 શેર વધારા સાથે બંધ થયા. તે જ સમયે, 1,373 શેર ઘટાડા સાથે બંધ થયા. આ ઉપરાંત, 64 શેર એવા હતા જેમના દરમાં કોઈ ફેરફાર થયો નથી.
સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરો વધ્યા અને 6 શેરોમાં ઘટાડો થયો. ઇન્ડસઇન્ડ બેંક અને સન ફાર્માના શેર 2.5% વધીને બંધ થયા. બજાજ ફાઇનાન્સ, આઇટીસી અને બજાજ ફિનસર્વના શેરમાં નજીવો ઘટાડો થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 37 વધ્યા અને 13 ઘટ્યા. NSEના IT, મેટલ, ઓટો, રિયલ્ટી અને ફાર્મા ઈન્ડેક્સમાં 1.2%નો વધારો થયો. તેમજ, FMCG અને બેંકિંગ શેર ઘટીને બંધ થયા.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 633 પોઈન્ટ (1.68%) વધીને 38,356 પર અને કોરિયાનો કોસ્પી 46 પોઈન્ટ (1.71%) વધીને 2,716 પર ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 200 પોઈન્ટ (0.90%) વધીને 23,450 પર ટ્રેડ કરી રહ્યો છે અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 25 પોઈન્ટ (0.75%) વધીને 3,340 પર ટ્રેડ કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ કસાબ વાળા સેલમાં રખાયો, ન્યૂઝપેપર પર સૂતો, સૂરજ પંચોલીએ જેલના દિવસોને યાદ કર્યા!












