વૈભવ સૂર્યવંશીનો ખોફ! હૈદરાબાદ સામે કરો યા મરો મુકાબલા પહેલા સનરાઇઝર્સે બનાવ્યા ખાસ પ્લાન B અને પ્લાન C

IPL 2026 Eliminator: IPL 2026 ના એલિમિનેટર (Eliminator) મુકાબલા પહેલા રાજસ્થાન રોયલ્સના યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને લઈને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. ન્યૂ ચંદીગઢમાં બુધવારે રમાનારા આ મહાભિડંત પહેલા હૈદરાબાદના કેમ્પમાં વૈભવ સૂર્યવંશીનો ડર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના (SRH) કેપ્ટન પેટ કમિન્સે પોતે સ્વીકાર્યું છે કે, વૈભવ એક એવો ખેલાડી છે જે એકલા હાથે આખી મેચનો રૂખ બદલી શકે છે, તેથી જ ટીમે તેના માટે ખાસ ‘પ્લાન B’ અને ‘પ્લાન C’ તૈયાર રાખ્યા છે.
વૈભવ સૂર્યવંશીની આ ડેબ્યૂ આઇપીએલ પ્લેઓફ મેચ હશે, પરંતુ આ આખી સીઝનમાં તેની વિસ્ફોટક બેટિંગે અત્યારથી જ તેને દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં લાવીને ઉભો કરી દીધો છે. રાજસ્થાન રોયલ્સના (RR) આ યુવા ઓપનરે આ સીઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરતા કુલ 583 રન ફટકાર્યા છે અને આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 232.37 નો રહ્યો છે, જે કોઈ પણ બોલિંગ એટેક માટે ખતરાની ઘંટી સમાન છે.
પેટ કમિન્સે વૈભવ સૂર્યવંશી માટે શું કહ્યું?
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે જીઓસ્ટાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બોલરો સામેની ટીમના બેટ્સમેનો વિરુદ્ધ પોતાની તાકાત અને લાઈન-લેન્થ મુજબ સામાન્ય યોજના બનાવતા હોય છે. પરંતુ ક્રિકેટમાં કેટલાક ખેલાડીઓ એવા હોય છે જેમના માટે મેદાન પર ઉતરતા પહેલા જ કંઈક અલગ અને ખાસ રણનીતિ તૈયાર કરવી પડતી હોય છે.
કમિન્સે વધુમાં ઉમેર્યું કે, “દરેક ટીમમાં એક કે બે એવા ખેલાડી હોય છે જે ક્ષણભરમાં તમારી પાસેથી મેચ છીનવી શકે છે અને વૈભવ સૂર્યવંશી ચોક્કસપણે તેમાંથી એક છે. આ જ કારણ છે કે અમારી ટીમે તેના આક્રમણનો સામનો કરવા માટે બેકઅપ પ્લાન તરીકે પ્લાન-બી અને પ્લાન-સી પર પણ સખત કામ કર્યું છે.”
હૈદરાબાદ સામે વૈભવનું આ સીઝનનું પ્રદર્શન
ચાલુ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે:
પ્રથમ મેચ: લીગ સ્ટેજની પ્રથમ ટક્કરમાં હૈદરાબાદના બોલરો સામે વૈભવ ખાતું ખોલાવ્યા વિના જ ‘ગોલ્ડન ડક’ (પ્રથમ બોલે આઉટ) પર પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
બીજી મેચ: બીજી ભિડંતમાં વૈભવે શાનદાર કમબેક કર્યું હતું અને હૈદરાબાદના બોલરોની ધુલાઈ કરતા એક વિસ્ફોટક સદી (Centuary) ફટકારી દીધી હતી. આ ઇનિંગે હૈદરાબાદને એ અહેસાસ કરાવી દીધો હતો કે જો વૈભવને પાવરપ્લેમાં વહેલો આઉટ કરવામાં ન આવે, તો તે એકલા હાથે મેચ વન-સાઇડેડ બનાવી શકે છે.
કેપ્ટન પેટ કમિન્સે સ્વીકાર્યું કે, પાછલી મેચમાં શરૂઆતમાં તેમની ટીમે વૈભવને રન બનાવતા રોકી રાખ્યો હતો, પરંતુ બાદમાં આ યુવા બેટ્સમેને મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. SRH ના કેપ્ટને કહ્યું કે તેમની ટીમ ભૂતકાળની ભૂલોમાંથી ઘણું શીખીને મેદાન પર ઉતરશે.
લીગ સ્ટેજમાં SRH નો દબદબો, પણ પ્લેઓફ છે નવી શરૂઆત
રસપ્રદ વાત એ છે કે, આ સીઝનની લીગ સ્ટેજની બંને મેચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. જો કે, કમિન્સનું માનવું છે કે આઇપીએલ પ્લેઓફ (IPL Playoffs) તદ્દન એક નવી શરૂઆત સમાન હોય છે. અગાઉની મેચોમાં મેળવેલી જીત માત્ર આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ બને છે. હૈદરાબાદના બોલરો ફરી એકવાર એ જ રણનીતિ પર ભરોસો રાખશે જેનાથી તેમને અગાઉ સફળતા મળી હતી. આવામાં એલિમિનેટરની આ કરો યા મરો મેચમાં વૈભવ સૂર્યવંશી અને હૈદરાબાદના પાવરપ્લે બોલરો વચ્ચેનો જંગ જોવા જેવો રહેશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ઇબોલાનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો, ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક
આ પણ વાંચોઃ કેરળમના પૂર્વ CM પી. વિજયનના ઘરે ED રેડનો વિરોધ, CPM કાર્યકરોએ ગાડીઓ પર કર્યો હુમલો, જુઓ Video
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












