Women T20 World Cup 2026: વર્લ્ડ કપનો રોમાંચ આ દિવસથી શરૂ, Team India પર નજર

Women’s T20 World Cup 2026: IPL 2026 સમાપ્ત થઈ ગયું છે અને હવે દરેકને મહિલા T20 વર્લ્ડ કપની રાહ છે. ટીમ ઈન્ડિયાની મેન ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યો છે અને ચાહકો મહિલા ટીમ પાસેથી પણ આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે. આ મેગા ICC ઇવેન્ટ 12 જૂનથી શરૂ થવાની છે, જેની ફાઇનલ મેચ 5 જુલાઈએ રમાશે. આ વખતે ઇંગ્લેન્ડ અને વેલ્સ ટૂર્નામેન્ટનું આયોજન કરશે. આ વખતે 12 ટીમો ટાઇટલ માટે સ્પર્ધા કરતી જોવા મળશે. ટૂર્નામેન્ટમાં કુલ 33 મેચ રમાશે અને દર્શકોને એક પછી એક રોમાંચક મેચ જોવા મળશે.
Women’s T20 World Cup 2026 માટે ટીમ 2 ગ્રુપમાં વહેંચાઈ
2026 મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લે છે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને ICC ટુર્નામેન્ટમાં પહેલીવાર એક જ ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે. આ મેચ 14 જૂને રમાશે. ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ સાથે ગ્રુપ 1 માં રાખવામાં આવી છે. ગ્રુપ ૨ માં ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને આયર્લેન્ડને સ્થાન આપવામાં આવ્યું છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026 કયા ફોર્મેટમાં રમાશે?
2026 મહિલા T20 વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજથી શરૂ થશે. લીગ સ્ટેજમાં બધી ટીમો ગ્રુપમાં પોતપોતાની ટીમો સામે રમશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલમાં વિજેતા ટીમો ફાઇનલમાં રમશે.
તારીખ મેચ
- 14 જૂન ભારત vs પાકિસ્તાન
- 17 જૂન ભારત vs નેધરલેન્ડ
- 21 જૂન ભારત vs દક્ષિણ આફ્રિકા
- 25 જૂન ભારત vs બાંગ્લાદેશ
- 28 જૂન ભારત vs ઓસ્ટ્રેલિયા
મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની મેચો ક્યાં રમાશે?
2026નો મહિલા T20 વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ અને વેલ્સના સાત સ્થળોએ રમાશે: લોર્ડ્સ, ધ ઓવલ, એડગબાસ્ટન, ઓલ્ડ ટ્રેફર્ડ, હેડિંગ્લે, રોઝ બાઉલ અને બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ તેમાં સામેલ છે. ફાઇનલ મુકાબલો લોર્ડ્સ ખાતે રમાશે.
ન્યુઝીલેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે
2024માં ન્યુઝીલેન્ડે મહિલા ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયાએ છ વખત ટાઇટલ જીત્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝે પણ એક-એક વખત ટાઇટલ જીત્યું છે.












