FIFA World Cupટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

Maradona Hand of God Goal: ડિએગો મારાડોનાનો એ ગોલ શું હતો, 40 વર્ષ બાદ પણ જેને ફેન્સ યાદ કરે છે

Sports News: વિશ્વની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટ, ફિફા વર્લ્ડ કપ શરૂ થઈ ચૂકી છે. આ રમત વચ્ચે ડિએગો મેરાડોનાના ચમત્કારિક કેચ, જેને હેન્ડ ઓફ ગોડ તરીકે ઓળખવામાં આવે છે, તેની યાદો ફરી એકવાર તાજી થઈ રહી છે. આ ગોલથી આર્જેન્ટિનાને 1986 માં વર્લ્ડ કપ ચેમ્પિયન બનવામાંમાં મદદ મળી હતી. આ ગોલની વાર્તા શું છે અને તે હજુ પણ ચાહકોને કેમ યાદ છે?

કેમ કહેવાય છે હેન્ડ ઓફ ગોડ

Hand of God મારાડોનાનો એ ગોલ હતો જેણે આર્જેન્ટિના માટે ઈંગ્લેન્ડ સામે 22 જૂન 1986ના વર્લ્ડકપમાં કર્યો હતો. મારાડોનાએ કૂદીને બોલને ગોલપોસ્ટમાં નાખવાનો પ્રયાસ કર્યો. તેનો ઈરાદો બોલને હેડ કરવાનો હતો, પરંતુ તેના બદલે બોલ તેના હાથ પર વાગ્યો અને ગોલકીપર પીટર શિલ્ટનની બાજુમાં ગયો અને નેટમાં ગયો. આર્જેન્ટિનાએ મેચમાં 1-0 થી લીડ મેળવી.

રેફરી હેન્ડબોલ ચૂકી ગયા અને તે સમયે નિર્ણય બદલવા માટે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. મેચ પછી, મારાડોનાએ કહ્યું, મેં આ ગોલ અંશતઃ મારા માથાથી અને અંશતઃ હેન્ડ ઓફ ગોડથી કર્યો હતો. આર્જેન્ટિનાએ મેચ 2-1થી જીતી અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.

મારાડોનાની તે જર્સીની પણ હરાજી કરવામાં આવી હતી. તે હરાજીમાં 75 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદવામાં આવી હતી. તે ખાસ બોલ 2.4 લાખ ડોલરમાં વેચાયો હતો. એડિડાસનો સફેદ કલરનો ફૂટબોલ ટ્યુનિશિયાના રેફરી અલી બિન નાસેર પાસે હતો. તે મેચમાં નાસેર રેફરી હતા. ગ્રેટ બ્રિટનના ગ્રેહામ બડ ઓક્શનમાં બોલની હરાજી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ FIFA World Cup: ફૂટબોલર્સ જ નહીં, તેમની પાર્ટનર્સ પણ છે કરોડોની માલિક, જાણો સૌથી અમીર WAGsની યાદી
Back to top button