ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોનભદ્રમાં વીજળી વિભાગની મોટી લાપરવાહીના કારણે લાઇનમેન જીવતો જ સળગી ગયો, દર્દનાક મોત

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં 26 ફેબ્રુઆરી 2026ની સાંજે એક વીજ કર્મચારી ટ્રાન્સફોર્મર બદલવાના કામ દરમિયાન વીજળીનો કરંટ લાગતા જીવતો જ સળગી ગયો અને તેનુ મોત થઈ ગયુ. મૃતકનું નામ સંતોષ કુમાર (૪૦ વર્ષ) છે. તે બિસાહર ગામનો રહેવાસી હતો અને વીજળી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર લાઇનમેન તરીકે કામ કરતો હતો.

કેવી રીતે બની ઘટના?

ઘોરાવલ વિસ્તારના જોગિની ગામ (લોઢુટા બસ્તી)માં ખરાબ ટ્રાન્સફોર્મર બદલવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન સંતોષ કુમાર 25 ફૂટ ઊંચા થાંભલા પર ચડ્યા હતા. કામ કરવા માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ અચાનક 11,000 વોલ્ટની સપ્લાય ચાલુ થઈ ગઈ. તેમને તીવ્ર કરંટ લાગ્યો, શોર્ટ સર્કિટ થયું અને તેમનું શરીર આગના ગોળામાં ફેરવાઈ ગયું. આગ લગભગ 10 મિનિટ સુધી ચાલી હતી. સ્થાનિકો અને સાથી કર્મચારીઓએ તેમને નીચે ઉતાર્યા.

ઘટના બાદ સંતોષને પહેલા જિલ્લા હોસ્પિટલ લોહડી લઈ જવામાં આવ્યા, જ્યાંથી વારાણસી ટ્રોમા સેન્ટર રેફર કરવામાં આવ્યા. જ્યાં રસ્તામાં જ તેમનું મોત થઈ ગયુ.

સોનભદ્ર પોલીસે જણાવ્યું કે સ્થાનિક સ્ટેશન પર હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળતાં જ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં કાયદો અને વ્યવસ્થા સામાન્ય છે.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસે આ ઘટનાને “આપરાધિક લાપરવાહી” ગણાવી છે અને ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે કે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો પછી પણ સપ્લાય ચાલુ કરવાથી આ મોત થઈ છે. કોંગ્રેસે પીડિત પરિવારને વળતર અને દોષીઓને સજા આપવાની માગ કરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવી ઘટનાઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સુરક્ષા અને વીજ વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવે છે. વધુ વિગતો માટે અધિકારીક તપાસની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: ‘મુસ્લિમો માટે રસ્તો નથી’, હિંદુ રક્ષાદળની સાયકો મહિલાનું શરમાવે તેવુ કૃત્ય, વીડિયો વાયરલ

Back to top button