મહારાષ્ટ્ર: સોલાપુરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, 3 મજૂરોના મૃત્યુ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યું

સોલાપુર: મહારાષ્ટ્રના સોલાપુર શહેરના અક્કલકોટ રોડ પર MIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આજે સવારે લગભગ ૩ વાગ્યે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. બચાવ કામગીરી હાથ ધરતી વખતે, ફેક્ટરીમાંથી 3 કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા જેઓ ખરાબ રીતે દાઝી ગયા હતા.
Maharashtra: A major fire broke out at Central Industries in Solapur’s Akkalkot Road MIDC area around 3 AM. A 6-month-old baby is feared trapped. Three critically injured people were rescued, while 5–6 others remain stuck. Rescue efforts continue. pic.twitter.com/Fx4nI5LZQe
— IANS (@ians_india) May 18, 2025
પ્રાથમિક તપાસમાં જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. હાલમાં, ફેક્ટરીમાં 5-6 લોકો ફસાયેલા હોવાના સમાચાર છે; તેમને બચાવવા માટે બચાવ કામગીરી ચાલુ છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડના વાહનો અને પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે.












