ટ્રેન્ડિંગનેશનલ

સાપ સગા ન થાય: ગળામાં લટકાવીને ફરતા સાપમિત્રને જ કોબ્રાએ માર્યો દંશ: મૃત્યુ

  • મધ્યપ્રદેશના ગુનાની ચર્ચાસ્પદ ઘટના

એચડી ન્યૂઝ ડેસ્ક, 16 જુલાઇ 2025: Risky stunts દીપક મહાવર નામના સાપ મિત્રએ હજારો ઝેરી સાપ બચાવ્યા હતા પણ તાજેતરમાં ગળામાં લટકાવીને ફરતી વેળાએ સર્પે દંશ આપતાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઘટના મધ્યપ્રદેશના ગુનાની છે અને દીપક મહાવર નામના સાપમિત્ર સાથે બની છે. વાંચો ઘટનાક્રમ

કોલેજમાં હંગામી કર્મચારી તરીકે નોકરી

મધ્યપ્રદેશના ગુના સાપ મિત્ર દીપક મહાવરએ હજારો ઝેરી સાપ બચાવ્યા હતા. જેપી કોલેજમાં કામચલાઉ કર્મચારી તરીકે કામ કરતા દીપકે તાજેતરમાં એક કોબ્રા પકડ્યો હતો. તેણે આ ઝેરી સાપને કાચના વાસણમાં બંધ રાખ્યો હતો.

બાળકોને મૂકવા જતી વખતે ગળામાં લટકાવ્યો સાપ

દીપક તેને શ્રાવણ મહિનાની શોભાયાત્રામાં પ્રદર્શન માટે રાખવા માંગતો હતો. પરંતુ જ્યારે તે બાળકોને શાળાએ મૂકવા ગયો, ત્યારે તેણે કોબ્રાને માળા તરીકે ગળામાં લટકાવી દીધો. બાળકોને સ્કૂલે મૂક્યા પછી, અચાનક કોબ્રાએ દીપકને કરડ્યો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.

હોસ્પિટલ પહોંચવામાં વિલંબ કારણભૂત? બાળકો અનાથ બન્યા

દીપકને એન્ટિવેનોમ આપવામાં આવ્યું હતું, પરંતુ હોસ્પિટલ પહોંચવામાં વિલંબ થવાને કારણે, એન્ટિવેનોમ અસરકારક ન રહી શક્યું. સાપ મિત્ર દીપક મહાવરના મૃત્યુ પછી, તેના બે બાળકો, રૌનક (12) અને ચિરાગ (14) અનાથ બની ગયા. દીપકની પત્નીનું પહેલાથી જ અવસાન થઈ ચૂક્યું હતું. જ્યારે દીપક ગળામાં કોબ્રા લટકાવીને ફરતો હતો, ત્યારે એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવ્યો, જે તેના જીવનનો છેલ્લો વીડિયો બની ગયો.

આ પણ વાંચો:200 રૂપિયામાં થિયેટર્સમાં જોઈ શકશો કોઈ પણ ફિલ્મ, મલ્ટિપ્લેક્સ પર લાગુ થયો દર

આ પણ વાંચો:ભાવનગરના પૂર્વ જિલ્લા પ્રમુખના ગઢડા વિધાસભાના MLA પર ભ્રષ્ટાચારના આરોપથી ખળભળાટ

Back to top button