આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગ

છ વર્ષનો પ્રેમ અને પછી પ્રેમીની હત્યા… અભિષેક ગુપ્તા હત્યા કેસમાં મહામંડલેશ્વર પૂજા શકુન પાંડેની ધરપકડ

ઉત્તર પ્રદેશ 12 ઓક્ટોબર 2025: ઉત્તર પ્રદેશ પોલીસે અલીગઢ ટીવીએસ શોરૂમના માલિક અભિષેક ગુપ્તાની હત્યાના કેસમાં મહામંડલેશ્વર પૂજા શકુન પાંડે ઉર્ફે અન્નપૂર્ણા ભારતીની ધરપકડ કરી છે. 24 વર્ષીય અભિષેક ગુપ્તાને બસમાં ચઢતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના લગભગ બે અઠવાડિયા પછી આ ધરપકડ કરવામાં આવી છે.

શું છે સંપૂર્ણ ઘટના?

પોલીસના જણાવ્યા અનુસાર, પૂજા શકુન પાંડે અને અભિષેક ગુપ્તા છેલ્લા છ વર્ષથી રિલેશનશિપમાં હતા. પૂજા અખિલ ભારત હિન્દુ મહાસભા (ABHM) ના પ્રવક્તા અશોક પાંડેની પત્ની છે.

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અભિષેકે પૂજાને તેના TVS શોરૂમમાં ભાગીદારી આપવાનો ઇનકાર કર્યો અને તેનાથી દૂર રહેવાનું શરૂ કર્યું. આનાથી ગુસ્સે થઈને, પૂજાએ અભિષેકની હત્યા કરવાનું ભયાનક કાવતરું ઘડ્યું હોવાનો આરોપ છે.

૩ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપીને હત્યા

એવો આરોપ છે કે પૂજાએ તેના પતિ અશોક પાંડે સાથે મળીને અભિષેક ગુપ્તાની હત્યા કરવા માટે બે શૂટરોને ૩ લાખ રૂપિયા આપ્યા હતા.

પોલીસે 11 ઓક્ટોબર, શુક્રવારે સાંજે જયપુર-આગ્રા હાઇવે પરથી પૂજા શકુન પાંડેની ધરપકડ કરી હતી. લગભગ એક અઠવાડિયા પહેલા, પોલીસે આ કેસના સંદર્ભમાં તેના પતિ અશોક પાંડે અને બે ગોળીબાર કરનારાઓની ધરપકડ કરી હતી. આ ધરપકડથી પ્રેમ, વિશ્વાસઘાત અને ગુનાની આ સનસનાટીભરી સ્ટોરીનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાંથી પિસ્તોલ સાથે યુવકની ધરપકડ કરી

Back to top button