અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ગુજરાતીઓને મોટી રાહત: સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવ ઘટ્યા

અમદાવાદ, 10 એપ્રિલ 2025:  એક તરફ મોંઘવારી વધી રહી છે, ઘરનો તમામ સામાન મોંઘો થઈ રહ્યો છે, ત્યારે હવે ગૃહિણી માટે સૌથી સારા સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો એક તરફ મોંઘવારી વધી રહી છે બીજી તરફ સતત ઘણા સમયથી તેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, તેલના ભાવમાં ઘટાડો થયો છે. આ તરફ તેલના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ છે કે સરકારે ટેકાના ભાવે મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે હજી ગત સિઝનની મગફળી સ્ટોક હોવાથી ભાવ ઘટ્યા છે.

વધતી જતી મોંઘવારી વચ્ચે ખાદ્યતેલના ભાવમાં કડાકો થયો છે. સિંગતેલમાં રૂ.50 અને કપાસિયા તેલના ભાવમાં રૂ. 40નો ઘટાડો નોંધાયો છે. વિગતો મુજબ સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૂ.2490 થયા છે જ્યારે કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૂ. 2220 છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં રૂ. 200નો ઘટાડો નોંધાયો છે.

મહત્વનું છે કે, ગરમીને કારણે ખાદ્યતેલની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે નવી મગફળીની બમ્પર આવક થતા ખાદ્યતેલના ભાવ ઘટ્યા છે. એક ચર્ચા મુજબ આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ ઘટે તેવી શકયતા છે.

આ પણ વાંચો: શિમલા-મનાલીમાં ખુશનુમા વાતાવરણ: ભારે વરસાદ અને બરફ વર્ષાથી પહાડો ઢંકાયા, 3 દિવસનું એલર્ટ

Back to top button