ત્રીજી વખત બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની બિનહરીફ વરણી, ભાવાભાઈ રબારી વાઇસ ચેરમેન

બનાસકાંઠાઃ 26 ઓક્ટોબર, 2025: Banas Dairy: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા શંકર ચૌધરીની બનાસ ડેરીના ચેરમેન પદે ત્રીજી વખત બિનહરીફ વરણી કરવામાં આવી છે. બનાસ ડેરી નિયામક મંડળની આજે યોજાયેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો.
સર્વાનુમતે પસંદગી:
બનાસ ડેરીના નિયામક મંડળની 16 બેઠકો પર ચૂંટાયેલા ડિરેક્ટરોએ સર્વસંમતિથી ચેરમેન પદની જવાબદારી શંકર ચૌધરીને સોંપી છે. આ સાથે જ વાઇસ ચેરમેન પદે પણ ભાવાભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
ચૌધરીની ત્રીજી ટર્મ:
શંકર ચૌધરી સતત ત્રીજી ટર્મ માટે બનાસ ડેરીના ચેરમેન બન્યા છે:
- પ્રથમ ટર્મ: વર્ષ 2015
- બીજી ટર્મ: વર્ષ 2020
- ત્રીજી ટર્મ: વર્ષ 2025
નિયામક મંડળમાં ક્લીન સ્વીપ:
બનાસ ડેરી નિયામક મંડળની કુલ 16 બેઠકો પૈકી 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે માત્ર દાંતાની એક બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ એકમાત્ર બેઠક પર પણ ભાજપના મેન્ડેટ ધરાવતા અમરતજી ઠાકોરની જીત થઈ હતી. આ રીતે, શંકર ચૌધરીની પેનલે 16માંથી 16 બેઠકો પર જીત મેળવીને ડેરી પર પોતાનો સંપૂર્ણ દબદબો જાળવી રાખ્યો છે.
ચેરમેન પદની જવાબદારી સોંપાતા જ મોટી સંખ્યામાં સમર્થકો બનાસ ડેરી ખાતે પહોંચ્યા હતા અને શંકર ચૌધરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, તેઓ હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ આ દેશોમાં સ્લીપર બસો પર પ્રતિબંધ છે, જાણો શા માટે તેમાં બચવું મુશ્કેલ છે
આ પણ વાંચોઃ ઑસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ બાદ રોહિત શર્માની ઇમોશનલ પોસ્ટ: સિડનીને છેલ્લી વાર કહ્યું ‘અલવિદા’












