Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

‘હું આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયો…’ રખડતા શ્વાનનો ચુકાદો આપનારા ન્યાયાધીશે કેમ કહ્યું આવું?

નવી દિલ્હીઃ 31 ઓગસ્ટ, 2025: Supreme Court: રખડતા શ્વાન પર ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું કે, આ કેસના કારણે તે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગયા છે. શનિવારે એક કાર્યક્રમ દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથે આ કેસને લઈને ભારતના મુખ્ય ન્યાયાધીશ ગવઈનો આભાર માન્યો હતો.

કેરળના તિરુવનંતપુરમમાં આયોજિત એક કોન્ફરન્સ દરમિયાન જસ્ટિસ વિક્રમનાથે કહ્યું કે, અત્યાર સુધી લોકો મને કાયદાના ક્ષેત્રમાં કામ કરવા માટે ઓળખતા હતા. પરંતુ શ્વાનના કેસની જવાબદારી મને સોંપવા બદલ હું CJIનો ખૂબ આભારી છું. આ કેસ પછી, આખી દુનિયામાં મને ઓળખ મળી.

સુપ્રીમ કોર્ટે પલટ્યો નિર્ણય

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ વિક્રમ નાથની આગેવાનીવાળી બે ન્યાયાધીશોની ખંડપીઠે 11 ઓગસ્ટે તમામ રખડતા શ્વાનને દિલ્હી એનસીઆરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, આ નિર્ણયના વિરોધ બાદ 22 ઓગસ્ટે ત્રણ જજોની ખંડપીઠે આ મામલે છૂટ આપી હતી.

હું CJIનો આભારી…

લાંબા સમયથી હું કાયદામાં હું કાયદાના ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું, પરંતુ શ્વાનના કેસ બાદ મને ફક્ત દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ એક ખાસ ઓળખ મળીય હું આ કેસ માટે CJIનો આભારી છું.

જસ્ટિસ વિક્રમનાથે શું કહ્યું?

જસ્ટિસ વિક્રમ નાથ 2027માં દેશના CJI બનવાની કતારમાં છે. રખડતા શ્વાન કેસ વિશે વાત કરતા તેમણે કહ્યું, ‘શ્વાન પ્રેમીઓ ઉપરાંત, મને ઘણા શ્વાન તરફથી પણ સંદેશા મળી રહ્યા છે, જે મારો આભાર માની રહ્યા છે.’

રખડતા શ્વાન પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય

22 ઓગસ્ટે જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે, રખડતા શ્વાનને રસી આપ્યા પછી તે જ વિસ્તારમાં પાછા છોડી દેવામાં આવે. જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયા પણ આ ખંડપીઠનો ભાગ હતા. જોકે, સુપ્રીમ કોર્ટની આ છૂટ વાયરસથી સંક્રમિત કૂતરાઓને લાગુ પડશે નહીં.

આ પણ વાંચોઃ ચીન પોતાને ડ્રેગન અને ભારતને હાથી કેમ કહે છે? વાંચો રસપ્રદ વાર્તા

આ પણ વાંચોઃ ગુજરાત: 17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત, રીડિંગના મુદ્દે કામગીરી અટકી!

Back to top button