સામંથા રૂથ પ્રભુએ ગુપચુપ રીતે કર્યા બીજા લગ્ન, ડિરેક્ટર રાજ નિદિમોરૂ સાથે મંદિરમાં ફેરા ફર્યા

- સામંથા અને રાજના લગ્ન એક ખૂબ જ ખાનગી પ્રસંગ હતો, જેમાં લગભગ 30 મહેમાનો હાજર રહ્યા હતા. સામંથા એ લાલ સાડી પહેરી હતી
HD ન્યુઝ ડેસ્કઃ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ Samantha Ruth Prabhuએ બીજા લગ્ન કર્યા છે. અહેવાલો અનુસાર સામંથાએ દિગ્દર્શક રાજ નિદિમોરુ Raj Nidimoru સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. અહેવાલો અનુસાર બંનેના લગ્ન સોમવારે વહેલી સવારે ઈશા યોગ કેન્દ્રના લિંગ ભૈરવી મંદિરમાં થયા હતા. લગ્ન પહેલા સામંથા અને રાજ છેલ્લા કેટલાક મહિનાઓથી ડેટિંગ કરી રહ્યા હતા.

સામંથા અને રાજના લગ્ન એક ખૂબ જ ખાનગી પ્રસંગ હતો, જેમાં લગભગ 30 મહેમાનો હાજર રહ્યા હતા. સામંથા એ લાલ સાડી પહેરી હતી અને ફંકશન એક સરળ અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયું હતું. જોકે સામંથા કે રાજ દ્વારા લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, ન તો લગ્નના કોઈ ફોટા બહાર પાડવામાં આવ્યા છે.

રાજની પહેલી પત્નીની ક્રિપ્ટિક પોસ્ટ
આ દરમિયાન રાજ નિદિમોરુની પહેલી પત્ની શ્યામલી ડેએ ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. રવિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ ગઈ કે સામંથા અને રાજ લગ્ન કરવાના છે. આ દરમિયાન રાજની ભૂતપૂર્વ પત્ની શ્યામલી ડેએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ડેસ્પરેટ લોકો ડેસ્પરેટ વસ્તુઓ કરે છે. રાજ અને શ્યામલીએ 2022 માં છૂટાછેડા લીધા હતા.
View this post on Instagram
સામંથા અને રાજની નિકટતા
2024 ની શરૂઆતથી જ સામંથા અને રાજ વચ્ચે વધતી જતી નિકટતા ફિલ્મ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હેડલાઇન્સમાં રહી છે. છેલ્લા એક વર્ષમાં સામંથાએ ખુલ્લેઆમ રાજ સાથેના ફોટા શેર કર્યા છે, જેનાથી અટકળોને વેગ મળ્યો છે. બંને ઘણી વખત ઇવેન્ટ્સમાં સાથે જોવા પણ મળ્યા છે.
View this post on Instagram
આ સામંથાના બીજા છે. તેણે અગાઉ દક્ષિણના અભિનેતા અને નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. જોકે ચાર વર્ષ પછી તેઓ અલગ થઈ ગયા અને 2021 માં છૂટાછેડા લીધા હતા. નાગા ચૈતન્યએ બાદમાં 2024 માં અભિનેત્રી શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચોઃ ક્યારેય પણ આવી ભૂલ ન કરતા, અમિતાભ બચ્ચને અનિલ કપૂરને આપી હતી આ ખાસ સલાહ












