15 ઓગસ્ટમનોરંજન

સલમાન ખાને નૌસેના જવાનો સાથે કરી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. બોલીવૂડ સુપર સ્ટાર સલમાનખાને તેની અલગ જ અંદાજમાં ઉજવણી કરી છે.

સલમાન ખાન વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌસેનાના જવાનો સાથે આઝાદીના 75 વર્ષ સેલિબ્રેટ કરવા માટે પહોંચ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં સલમાન ખાન નેવીના જવાનો સાથે પુશ અપ્સ કરતો, ઓટોગ્રાફ આપતો અને કિચનમાં રોટલી બનાવતો દેખાઈ રહ્યો છે. જવાનો સાથે સલમાને તિરંગો પણ લહેરાવ્યો હતો અને રસ્સી ખેંચની રમતમાં પણ ભાગ લીધો હતો.

સલમાનખાને પોતાની ફિલ્મના ગીતો પર જવાનો સાથે ડાન્સ પણ કર્યો હતો. સલમાન ખાને આખો દિવસ નેવીના જવાનો અને અધિકારીઓ સાથે વીતાવ્યો હતો.

Back to top button