ટ્રેન્ડિંગનેશનલ

પગાર નહીં… સરકારી સુવિધા પણ નકારી, જાણો કોણ છે એ સાંસદ જે વેતન વિના કરે છે દેશ સેવા

નવી દિલ્હીઃ 9 માર્ચ, 2026: સામાન્ય રીતે સદનમાં નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરતા હોય છે, પરંતુ જ્યારે વાત પોતાના પગાર અને ભથ્થા વધારવાની આવે ત્યારે તમામ પક્ષો એક થઈ જતા હોય છે. જોકે, મળેલી એક વિશેષ RTI (માહિતી અધિકાર) ના જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, વર્તમાન લોકસભામાં માત્ર બે જ એવા સાંસદો છે જેમણે પોતાનો પગાર ન લેવાનો નિર્ણય કર્યો છે.

આ બે સાંસદોએ રજૂ કર્યું ઉદાહરણ

RTI મુજબ, આ યાદીમાં એક ભાજપના અને એક કોંગ્રેસના સાંસદ સામેલ છે.

  • નવીન જિંદલ (ભાજપ, કુરુક્ષેત્ર): તેમણે માત્ર પગાર જ નહીં, પરંતુ તમામ સરકારી ભથ્થા અને સુવિધાઓ પણ સંપૂર્ણપણે છોડી દીધી છે.
  • ડો. બિમોલ અકોઈજામ અંગોમચા (કોંગ્રેસ, ઇનર મણિપુર): તેમણે પણ લોકસેવા કાજે પગાર ન લેવાનો સંકલ્પ કર્યો છે.

આર્થિક સ્થિતિમાં જમીન-આસમાનનું અંતર

પગાર છોડનારા આ બંને સાંસદોની આર્થિક સ્થિતિ ઘણી અલગ છે:

  • નવીન જિંદલ: ચૂંટણી સોગંદનામા મુજબ તેઓ ₹1,241 કરોડની સંપત્તિના માલિક છે અને લોકસભાના સૌથી ધનિક સાંસદોમાંના એક છે.
  • ડો. બિમોલ અકોઈજામ: તેમની જાહેર કરેલી સંપત્તિ આશરે ₹97 લાખ છે. મધ્યમવર્ગીય આર્થિક પૃષ્ઠભૂમિ હોવા છતાં તેમણે પગાર જતો કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

લોકસભાના સૌથી ધનિક સાંસદો

નવીન જિંદલ ધનિક જરૂર છે, પરંતુ તેઓ સૌથી રઈસ સાંસદ નથી. લોકસભાના ટોચના ધનકુબેર સાંસદોમાં:

  • ડૉ. ચંદ્ર શેખર પેમ્માસાની (TDP, ગુંટુર): ₹5,705 કરોડથી વધુની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે.
  • કોંડા વિશ્વેશ્વર રેડ્ડી (BJP, ચેવેલ્લા): ₹4,568 કરોડની સંપત્તિ સાથે બીજા ક્રમે છે.

RTI ના જવાબ મુજબ, લોકસભાની 543 બેઠકોમાંથી હાલમાં 2 બેઠકો ખાલી છે અને 481 સભ્યો નિયમિત પગાર મેળવી રહ્યા છે. બાકીના સાંસદોની સ્થિતિ વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Back to top button