રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછીના સમયને યાદ કરી ભાવુક થઈ; કહ્યું “ઘરમાં મંદિર નહીં….

મુંબઈ, 11 જાન્યુઆરી 2026: બોલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી હવે ફિલ્મોમાં ઓછી દેખાય છે અને યુટ્યુબ પર પોતાના પોડકાસ્ટ દ્વારા લોકો સમક્ષ આવે છે. તાજેતરમાં તેણે પોતાના એક પોડકાસ્ટમાં જીવનના સૌથી મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો હતો. આ દરમિયાન તે સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા પછીની પરિસ્થિતિને યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી.
રિયાએ પોતાના પોડકાસ્ટ ‘ચેપ્ટર 2માં પોતાની સહેલીઓને ગેસ્ટ તરીકે બોલાવી હતી. તેમણે કહ્યું કે 2020 તેમના જીવનનો સૌથી કઠિન વર્ષ હતો. આ સમયે તેમના પિતા કહે છે કે, “જો આ છોકરીઓ ન હોત તો અમે ક્યારેય બચી ન શકતા. અમારે ઘરમાં મંદિર નહીં, આ છોકરીઓની તસવીરો લગાવવી જોઈએ.” આ વાત કહેતાં રિયા ભાવુક થઈ ગઈ અને તેમની સહેલી અનુષા દાંડેકર પણ રડવા લાગી. રિયાએ કહ્યું, “જો તું રડીશ તો હું પણ રડવા લાગીશ.”
સુશાંતના મૃત્યુ પછી રિયા પર લાગ્યા હતા આરોપો
14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે સમગ્ર બોલિવુડને હચમચાવી દીધું હતું. આ કેસમાં સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તીને આરોપી ઠેરવી હતી. પાછળથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ડ્રગ્સ કેસમાં રિયા અને તેમના ભાઈ શોવિકને ધરપકડ કરી હતી. રિયાએ આશરે એક મહિનો જેલમાં વિતાવ્યો હતો. જોકે, 2025માં CBIએ તેમને સુશાંતના મૃત્યુ કેસમાં ક્લીન ચીટ આપી હતી અને આત્મહત્યાનું કારણ જાહેર કર્યું હતું.
ફિમેલ ફ્રેન્ડસનો સપોર્ટ રહ્યોં
રિયાએ પોતાના પોડકાસ્ટમાં જણાવ્યું કે તેમના સૌથી મુશ્કેલ સમયમાં તેમની સહેલીઓએ તેમને અને તેમના પરિવારને બચાવ્યા હતા. તેમની ફેશન સ્ટાઇલિસ્ટ અને મિત્ર અનિશા જૈને પણ 2020ને ભારે વર્ષ ગણાવ્યું અને કહ્યું કે, “જે કરવું જોઈતું હતું તે અમે કર્યું.” આ ઉપરાંત તેઓએ એગ ફ્રીઝિંગ જેવા વિષયો પર પણ ખુલીને વાત કરી.
રિયાના આ પોડકાસ્ટનો ટ્રેલર જાહેર થયો છે અને લોકો પૂરો વીડિયો જોવા ઉત્સુક છે. આ ઘટના બાદ રિયા પોતાના જીવનના નવા અધ્યાય તરફ આગળ વધી રહી છે.
આ પણ વાંચો : 11 જાન્યુઆરી, 2026: તુલા રાશિએ આજે દરેક બાબતમાં સંતુલન જાળવવું ફાયદાકારક રહેશે.












