Gujarat: ગુજરાત બાર કાઉન્સિલનો મોટો નિર્ણય, વકીલોને મળશે રાહત

Advocate News : ગુજરાતની તમામ જિલ્લા અને તાલુકા કોર્ટો સહિત ફેમિલી કોર્ટ, ટ્રિબ્યુનલ્સ અને લેબર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલો માટે રાહતના સમાચાર આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે રાજ્યભરના વકીલોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
બાર કાઉન્સિલના પૂર્વ ફાઈનાન્સ કમિટી ચેરમેન અનિલ સી. કેલ્લાના જણાવ્યા અનુસાર, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ નીચલી અદાલતોમાં સફેદ શર્ટ, ટાઈ અને કાળો કોટ તેમજ હાઈકોર્ટમાં બેન્ડ અને ગાઉન પહેરવું ફરજિયાત હોય છે. જોકે, ગુજરાતની મોટાભાગની નીચલી અદાલતોમાં એરકન્ડીશન (AC) સુવિધાનો અભાવ હોવાથી ઉનાળામાં કાળા કોટ સાથે કામ કરવું વકીલો માટે અત્યંત મુશ્કેલ બને છે. આ હાલાકીને જોતા, તા. 1-04-2026 થી તા. 31-07-2026 સુધીના ચાર મહિના માટે આ મુક્તિ જાહેર કરવામાં આવી છે.
ડ્રેસ કોડ અંગેની મહત્વની સ્પષ્ટતા:
કાળો કોટ પહેરવામાંથી મુક્તિ મળી હોવા છતાં, વકીલોએ શિસ્ત જાળવવા માટે સફેદ શર્ટ અને બેન્ડ સહિતના અન્ય ડ્રેસ કોડનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ અંગે રાજ્યના તમામ 282 વકીલ મંડળોને સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો :MI vs KKR: મેચ ક્યારે અને ક્યાં મફતમાં જોવી? જાણો સમગ્ર માહિતી












