IPL-2024ટ્રેન્ડિંગસ્પોર્ટસ

RCB હજી પણ પ્રવેશી શકે છે પ્લેઓફમાં, જાણો કેવી રીતે?

  • RCBની ટીમ આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 7માંથી 6 મેચ હારી ગઈ છે, પરંતુ તેમ છતાં તે પ્લેઓફમાં જઈ શકે છે, પરંતુ ટીમે હવેની બાકીની તમામ 7 મેચ જીતવી પડશે

HD ન્યૂઝ ડેસ્ક, 16 એપ્રિલ: RCBની ટીમ ગઈ કાલે (15 એપ્રિલ) વધુ એક મેચ હારી ગઈ છે. ટીમ અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી માત્ર એક જ મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે અને 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. દરમિયાન તે એકમાત્ર ટીમ છે જેણે તેની 7 એટલે કે અડધી લીગ મેચ રમી છે. બાકીની ટીમોએ માત્ર પાંચ અને છ મેચ રમી છે. હાલમાં ટીમ પોઈન્ટ ટેબલમાં તળિયે એટલે કે દસમા સ્થાને છે. તેના માત્ર બે પોઈન્ટ છે. દરમિયાન, જો આપણે પ્લેઓફ વિશે વાત કરીએ અને જો તમને લાગે કે RCB ટોપ 4ની રેસમાંથી બહાર છે તો એવું નથી. ટીમ હજુ પણ પ્લેઓફમાં પ્રવેશી શકે છે. ચાલો જાણીએ કે કેવી રીતે પ્રવેશી શકે છે.

RCB 7માંથી 6 મેચમાં હારી ગયું

ડુ પ્લેસિસની કપ્તાનીવાળી RCBની ગણતરી એ ટીમોમાં થાય છે જે એક પણ વખત IPLનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી. આ વખતે ટીમનું નામ પણ બદલાયું છે. તેનું નામ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને બદલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાખવામાં આવ્યું હતું, પરંતુ નામ બદલાયા બાદ પણ ટીમના નસીબ અને પ્રદર્શન પર કોઈ અસર જોવા મળી નથી. છેલ્લી ઘણી સીઝનથી ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ વખતે પણ ખિતાબથી દુર જ રહેશે એવું લાગી રહ્યું છે. જોકે, 6 મેચોમાં હાર મળ્યા બાદ પણ ટીમ પ્લેઓફની રેસ છે જ.

જો પ્લેઓફમાં પહોંચવું હોય તો જીતવી પડશે બાકી રહેલી 7 મેચ

હવે સવાલ એ છે કે જો RCB ટીમને પ્લેઓફમાં પહોંચવું હોય તો તેણે શું કરવું પડશે. પહેલી વાત એ છે કે પ્લેઓફમાં જવા માટે કોઈપણ ટીમના ઓછામાં ઓછા 16 પોઈન્ટ હોવા જોઈએ. અને મોટી વાત એ છે કે 16 પોઈન્ટ સાથે પણ ટીમ પ્લેઓફમાં જશે તે નિશ્ચિત નથી. આ માટે જરૂરી છે કે તેનો નેટ રન રેટ પણ સારો હોય. RCBના હાલ 2 પોઈન્ટ છે અને 7 મેચ બાકી છે. જો ટીમ અહીંથી સાતેય મેચ જીતી જાય છે, તો તેના 2 + 14 = 16 પોઈન્ટ થશે. એટલે કે આ રીતે પ્લેઓફમાં એન્ટ્રી થઈ શકે છે.

હજી દરેક ટીમ પ્લેઓફની રેસમાં જ

અત્યાર સુધી RCBની ટીમ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર નથી થઈ, પરંતુ હવે તેને હવે બહાર જ ગણવી જોઈએ. કારણ કે જે ટીમ પ્રથમ સાતમાંથી 6 મેચ હારી ગઈ હોય તેના માટે તે બાકીની સાત મેચ જીતી જશે તેવી આશા રાખવી અર્થહીન હશે. કારણ કે અન્ય ટીમો જે રીતે પ્રદર્શન કરી રહી છે તે જોઈને લાગતું નથી કે તેઓ RCBને બે-ત્રણથી વધુ મેચ જીતવા દેશે. આવી સ્થિતિમાં વધુ એક હાર બાદ RCBની પ્લેઓફમાં જવાની બાકી રહેલી આશાઓ પણ પુરી થઈ જશે. પરંતુ સમીકરણો અનુસાર હજુ RCB પ્લેઓફની રેસમાં જ છે, હવે જોવાનું એ રહેશે કે ટીમ તેની આગામી મેચોમાં કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ માટે ટૂંક સમયમાં થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 15 ખેલાડીઓને મળી શકે છે સ્થાન

Back to top button