IPL-2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2024 : ટોસ હાર્યા બાદ લખનૌએ RRને આપ્યો 197 રનનો ટાર્ગેટ

Text To Speech

લખનૌ, 27 એપ્રિલ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં રાજસ્થાન ટીમના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના જવાબમાં લખનૌની ટીમે 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

રાજસ્થાને ટોસ હાર્યો

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે 5 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે 31 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. પરંતુ તે 48 બોલમાં 76 રન બનાવીને આઉટ થયો હતો. તેના સિવાય દીપક હુડ્ડાએ 31 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. એક સમયે લખનૌની ટીમે 11 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રાહુલ અને દીપક વચ્ચે 62 બોલમાં 115 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ અને અશ્વિનને 1-1 સફળતા મળી હતી.

આ મેચમાં લખનૌ-રાજસ્થાનની પ્લેઈંગ-11

રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા અને અવેશ ખાન.

ઇમ્પેક્ટ સબ: કેશવ મહારાજ, શુભમ દુબે, નવદીપ સૈની અને ટોમ કોહલર-કેડમોર.

લખનઉ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસિન ખાન અને યશ ઠાકુર.

ઈમ્પેક્ટ સબ: દેવદત્ત પડિકલ, અર્શિન કુલકર્ણી, કૃષ્ણપ્પા ગૌતમ, યુદ્ધવીર સિંહ, મણિમરણ સિદ્ધાર્થ.

Back to top button