ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવીડિયો સ્ટોરી

માતાએ 60 વર્ષની જિંદગીમાં પહેલીવાર લીધો બ્રેક: પુત્રએ હદયસ્પર્શી પળો શેર કરી

Text To Speech
  • માતાએ બરફીલા પર્વત પર બરફવર્ષાનો આનંદ માણ્યો
  • પુત્રએ વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી

HD ન્યૂઝ ડેસ્ક, 30 એપ્રિલ, હિમાચલ પ્રદેશના કોકસર ગામમાં એક વૃદ્ધ મહિલાએ 60 વર્ષ પછી પ્રથમ વખત જીવનનો આનંદ માણવા માટે બ્રેક લીધો અને આનંદપૂર્વક બરફીલા પર્વત પર બરફવર્ષાનો આનંદ માણ્યો. હતો. આ હૃદયસ્પર્શી ક્ષણને વીડિયોમાં કેદ કરીને તેમના પુત્રએ આ વીડિયો X(ટ્વિટર) પર શેર કર્યો હતો.

જાણો મહિલાએ પ્રથમ વાર બ્રેક લઈને શું કર્યું ?
ગૃહિણી વિના ઘરનું કામ કરવું અશક્ય છે, જેથી દરેક ઘરની માતાને રજા મળતી નથી ત્યારે હિમાચલ પ્રદેશના કોકસર ગામનો એક હદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહિયાં એક મહિલાએ 60 વર્ષમાં પ્રથમ વખત જિંદગીમાં બ્રેક લીધો છે. બ્રેક લઈને મહિલર હિમાચલ પ્રદેશના કોક્સર ગામમાં મનોહર બરફીલા પહાડ પર હિમવર્ષાનો આનંદ માણ્યો હતો. મહિલા બરફ સાથે રમતી અને બરફને હવામાં ફેંકતી જોવા મળી હતી, જ્યારે તેના પુત્રએ આ હૃદયસ્પર્શી ક્ષણને વીડિયોમાં કેદ કરી હતી.

વીડિયો શેર કરીને પુત્રએ કેપ્શનમાં શું લખ્યું ?
આ વિડીયો પુત્ર નીલે શેર કરતા લખ્યું કે, “અહીં મારી માતા 60 વર્ષના લાંબા અંતર પછી પહેલો બ્રેક લઈ રહી છે. તે પણ ખૂબ સમજાવ્યા પછી, કારણ કે તેને મારા પિતાની ચિંતા હતી. મને ખરેખર લાગે છે કે મોટાભાગના ભારતીય પુરુષો ભારતીય મહિલાઓને લાયક નથી.”

વીડિયો થયો વાયરલ
ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી X પર વીડિયોને 1 લાખ 22 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકોએ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પોતાના વિચારો અને અભિપ્રાયો આપી રહ્યા છે.

આ પણ વાંચો.. વાહનોનો કાફલો અને નોટોના હાર: UPSC પાસ કરનારા પવન કુમારનું ભવ્ય સ્વાગત, જુઓ વીડિયો

Back to top button