
નવી દિલ્હી, 17 જૂન, 2025: ભારતીય રિઝર્વ બેન્કે (RBI) ગઇકાલે રૂપિયા ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ (IRD) સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફારનો મુસદ્દો જાહેર કર્યો છે. તેનો હેતુ બદલાતી નાણાંકીય પરિસ્થિતિ અને વિદેશી રોકાણકારોની વધી રહેલી ભાગીદારી અનુસાર પ્રવર્તમાન નિયમોને અપડેટ કરવાનો છે.
જૂના નિયમોને નવું રુપ આપવાની તૈયારી
IRD સાથે સંકળાયેલા પ્રવર્તમાન નિયમોમાં છેલ્લે જૂન 2019માં ફેરફાર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે બજારમાં નવી પ્રોડક્ટ્સ આવી ચૂકી છે અને વિદેશી કંપનીઓની ભાગીદારીમાં પણ ઘણો વધારો થયો છે. એવામાં RBIએ નિયમોની પૂર્ણ સમીક્ષા કરી છે અને નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેનું નામ છે Draft Master Direction, Reserve Bank of India (Rupee Interest Rate Derivatives) Directions, 2025.
શું છે IRD એટલે કે ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ?
આ એવા નાણાંકીય કોન્ટ્રેક્ટ છે જેનું મૂલ્ય રૂપિયાના વ્યાજદરો, વ્યાજ સાથે સંકળાયેલ નાણાંકીય ડિવાઇસ અથવા ઇન્ટરેસ્ટ રેટ ઇન્ડેક્સ પર નિર્ભર હોય છે. તેને સામાન્ય રીતે જોખમ સામે રક્ષણ (હેજિંગ) અને બજારમાં નફો કમાવા માટે ઉપયોગમાં લેવાય છે.
હવે વિદેશી કંપનીઓને પણ મળશે મોટી રાહત
નવા મુસદ્દા અંતર્ગત, હવે વિદેશી કંપનીઓ પોતાના સેન્ટ્રલ ટ્રેઝરી કે ગ્રુપ એન્ટિટી દ્વારા IRDમાં લેવડ દેવડ કરી શકશે. જોકે તેમાં શરત એ છે કે સંસ્થા વિદેશી રોકાણકારો વતી સોદો કરશે, તે તેના માટે યોગ્ય રીતે અધિકૃત્ત હોવી જોઇએ જેથી કોઇ પ્રકારની ગરબડ થવાનો અવકાશ રહે નહીં.
રિપોર્ટીંગની ઝંઝટ પણ થશે ઓછી
RBIએ નિયમોને સરળ બનાવવાની દિશામં મોટુ પગલું લીધુ છે. હવે IRD વ્યવહારો સાથે સંકળાયેલી રિપોર્ટીંગની પ્રક્રિયાને પણ સરળ કરવામાં આવશે, જેનાથી બજાર સાથે સંકળાયેલા લોકો પર અનુપાલનનો બોજો ઘટી શકે. તેની સાથે ભારતની બહાર કરવામાં આવેલા IRD લેવડદેવડની રિપોર્ટીંગ કરવાનો પણ પ્રસ્તાવ છે, જેથી સમગ્ર સિસ્ટમમાં પારદર્શિતા જળવાઇ રહે.
સુચનો મોકલવાની છેલ્લી તારીખ 7 જુલાઇ 2025
RBIએ બેન્કો, નાણાં સંસ્થાઓ અને IRD સાથે સંકળાયેલા તમામ બજાર સહભાગીઓને આ મુસદ્દા પર 7 જુલાઇ 2025 સુધીમાં પોતાના સુચનો અને પ્રતિક્રિયા મોકલવા માટે જણાવ્યું છે.
આ ફેરફાર શા માટે છે અગત્યનો ?
આ પગલું બતાવે છે કે ભારતની મધ્યસ્થ બેન્ક નાણાં બજારને વૈશ્વિક ધોરણ અનુસાર વિકસિત કરવાની દિશામાં ગંભીર છે. તેનાથી ફક્ત વિદેશી રોકાણને જ પ્રોત્સાહન મળશે એટલુ જ નહી પરંતુ ભારતીય કંપનીઓને પણ વધુ સારા જોખમ વ્યવસ્થાપનની તકો પ્રાપ્ત થશે.
આ પણ વાંચોઃ આયાત ઘટતા ભારતની વેપાર ખાધ સંકોચાઇને 21.88 અબજ ડોલર












