RBIની મોટી કાર્યવાહી: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેનેરા બેંક પર ₹41.8 લાખનો દંડ
RBI Imposes Penalty On Canara Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નિયમનકારી જોગવાઈઓ અને માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ જાહેર ક્ષેત્રની અગ્રણી કેનેરા બેંક પર ₹41.8 લાખનો મોટો દંડ ફટકાર્યો છે. સેન્ટ્રલ બેંકે શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, આ દંડ મુખ્યત્વે કેવાયસી (KYC) પ્રક્રિયા અને નિષ્ક્રિય ખાતાઓ (Inoperative Accounts) ના સંચાલનમાં જોવા મળેલી ગંભીર ખામીઓને કારણે લાદવામાં આવ્યો છે.
ઇન્સ્પેક્શન દરમિયાન KYC અને ખાતાઓના વર્ગીકરણમાં ખામીઓ મળી
આરબીઆઈએ માર્ચ 2025 સુધીની નાણાકીય સ્થિતિના આધારે કેનેરા બેંકનું સુપરવાઇઝરી મૂલ્યાંકન (ISE 2025) કર્યું હતું. આ તપાસ દરમિયાન સામે આવ્યું કે બેંકે નિર્ધારિત સમયમર્યાદામાં કેટલાક ગ્રાહકોના મહત્વપૂર્ણ KYC રેકોર્ડ સેન્ટ્રલ KYC રેકોર્ડ્સ રજિસ્ટ્રી (CKYCR) માં અપલોડ કર્યા નહોતા. આ ઉપરાંત, બેંકે એવા કેટલાક ખાતાઓને નિયમ વિરુદ્ધ જઈને નિષ્ક્રિય જાહેર કરી દીધા હતા, જેમાં ગ્રાહક દ્વારા છેલ્લો વ્યવહાર 1 વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા કરવામાં આવ્યો હતો. આ ભૂલો આરબીઆઈની ગ્રાહક સુરક્ષા માર્ગદર્શિકાનું સીધું ઉલ્લંઘન છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અન્ય કંપની પર પણ દંડ; ગ્રાહકોના હિત સુરક્ષિત
આ જ ઓર્ડર હેઠળ, આરબીઆઈએ એસેટ ક્લાસિફિકેશનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ‘પુરણ એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ પર પણ ₹3.1 લાખનો દંડ ફટકાર્યો છે. જોકે, કેન્દ્રીય બેંકે સ્પષ્ટતા કરી છે કે આ દંડ માત્ર નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે. આનાથી બેંક અને ગ્રાહકો વચ્ચેના વ્યવહારો અથવા સેવાઓની માન્યતા પર કોઈ અસર નહીં પડે, તેથી ગ્રાહકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.
આ પણ વાંચો: EPF વ્યાજની રાહ જોતા દેશના લાખો કર્મચારીઓ: જાણો ક્યારે જમા થશે નાણાં અને કેમ થઈ રહ્યો છે વિલંબ?












