મનોરંજન

‘એનિમલ’ સેટ પરથી રણબીર કપૂરનો લૂક લીક, લોકોએ આ સ્ટાર સાથે કરી સરખામણી

Text To Speech

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ આગામી ફિલ્મ ‘એનિમલ‘ને લઈને ચર્ચામાં છે. સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મને લઈને લોકોમાં ઘણી ચર્ચા છે. આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, ‘એનિમલ’ના સેટ પરથી રણબીર કપૂરનો એક વીડિયો લીક થયો છે, જેમાં અભિનેતા લાંબા વાળ અને દાઢી સાથે હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : આ બોલિવૂડ એક્ટરો પણ લાંબા વાળમાં દેખાય છે સ્માર્ટ

રણબીર લાંબા વાળ અને દાઢી સાથે હોસ્પિટલમાં જોવા મળ્યો 

બોલિવૂડ સ્ટાર એક્ટર રણબીર કપૂર તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ માટે ચર્ચામાં છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અભિનેતા રણબીર કપૂર સંદીપ વાંગા દિગ્દર્શિત ફિલ્મમાં નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના સાથે રોમાન્સ કરતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા રણબીર અને રશ્મિકા પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. ત્યારે હવે ‘એનિમલ’ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખર, ફિલ્મના સેટ પરથી રણબીરનો એક લૂક લીક થયો છે, જેમાં અભિનેતા લાંબા વાળ અને દાઢી સાથે હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રણબીરે હોસ્પિટલના કપડા પહેર્યા છે. આ વીડિયો અભિનેતાના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રણબીરનો ‘લોહીયાળ’ લૂક : ફિલ્મ ‘એનિમલ’નું ફર્સ્ટ લૂક પોસ્ટર થયું રિલીઝ

લોકોએ કબીર સિંહને યાદ કર્યા

રણબીરના આ નવા લુકને જોઈને ચાહકોની ઉત્તેજના ડબલ થઇ ગઈ છે અને લોકો અભિનેતાના લુકના વખાણ કરી રહ્યા છે. ‘એનિમલ’માં રણબીર કપૂરના લુક પર કોમેન્ટ કરતાં એક ચાહકે લખ્યું, “કુછ તો ભારી ફિલ્મ બન રહી હૈ. એસી વાઈબ આ રહી હૈ. ઓલ ટાઈમ બ્લોકબસ્ટર હોંગી યે ફિલ્મ.” તો બીજા એક યુઝરે લખ્યું કે, “રણબીર કા યહ લુક કબીર સિંહ કી તરહ લગ રહા હૈ.” અન્ય એક યુઝરે ‘એનિમલ’માં અભિનેતાના લુકને ‘ખુંખાર’ ગણાવ્યો. તેણે લખ્યું, “યહ બહુત હી બડે લગ રહે હૈ.”

Back to top button