ટ્રેન્ડિંગમનોરંજન

સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા રકુલ અને જેકી, ગણપતિ બાપ્પાને આપી પહેલી કંકોત્રી!

Text To Speech
  • રકુલ અને જેકી તેમના લગ્ન પહેલા ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. તેમણે લગ્નનું પહેલું કાર્ડ ગણપતિ દાદાના ચરણમાં ધર્યું હતું.

મુંબઈ, 17 ફેબ્રુઆરીઃ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને તેનો બોયફ્રેન્ડ તેમજ ફિલ્મ પ્રોડ્યુસર જેકી ભગનાની હાલમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. આ કપલ 21 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યું છે. આ સાથે લગ્ન આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

લગ્ન પહેલા લીધા ગણપતિ બાપ્પાના આશીર્વાદ

રકુલ અને જેકી તેમના લગ્ન પહેલા ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. તેમણે લગ્નનું પહેલું કાર્ડ ગણપતિ દાદાના ચરણમાં ધર્યું હતું. આ દરમિયાન રકુલ પ્રીત પિંક સૂટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. જેકી ભગનાની પણ લેમન કલરના કૂર્તામાં અદભૂત લાગતો હતો. વર-કન્યા એથનિક લુકમાં બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ રકુલ અને જેકી બંનેએ મંદિરમાં જઈને માથું નમાવી આશીર્વાદ લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

રકુલ અને જેકી લેશે સાત ફેરા

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 21 ફેબ્રુઆરી, 2024ના રોજ ગોવામાં નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં સાત ફેરા લેશે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. દક્ષિણ ગોવામાં આઇટીસી ગ્રાન્ડ એ કપલના લગ્નનું સ્થળ છે. ગોવામાં લગ્ન પહેલા રકુલ અને જેકી આજે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ અલ્લુ અર્જુને ‘પુષ્પા 2’ની રિલીઝ પહેલા ‘પુષ્પા 3’ની પુષ્ટિ કરી

Back to top button