રાજસ્થાનની આ ઘટના રૂંવાડા ઊભા કરી દેશે! ગુરૂકુળમાં પથારીમાં પેશાબ કરનાર બાળકોને ગરમ લોખંડથી આપ્યા ડામ

રાજસ્થાનઃ 21 ઓગસ્ટ, 2025: Rajasthan Child Abuse: રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક ગુરુકુળમાં બાળ શોષણનો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક શિક્ષક અને તેના સાથી પર આરોપ છે કે તેમણે લગભગ 10 અને 11 વર્ષની વયના બે બાળકોને પલંગમાં રાત્રે પેશાબ કરવા બદલ ગરમ લોખંડના સળિયાથી ડામ આપવામાં આવ્યા હતા. બાળકોને શિસ્તબદ્ધ બનાવવાના નામે તેમને આ ભયાનક સજા આપવામાં આવી હતી.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, આ ઘટના 17 ઓગસ્ટના રોજ સેડવા વિસ્તારના હરપાલિયા ગામમાં હરપાલેશ્વર મહાદેવ વિકાસ સેવા સમિતિ દ્વારા સંચાલિત ગુરુકુળમાં બની હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2022થી કાર્યરત આ ગુરુકુળમાં ગરીબ, વિચરતી જાતિ અને અનાથ પરિવારોના બાળકો રહે છે.
પોલીસે આપી માહિતી
જિલ્લાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક બાળક રાત્રે ગુરુકુળમાંથી ભાગી ગયો અને તેના પરિવારને આ વિશે જણાવ્યું. જોકે, વાત આટલેથી ખતમ નથી થતી, ત્યાર બાદ બાળકો પર કરવામાં આવતી ક્રૂરતાનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો.
બાળકોને આપ્યા ડામ
આ વાઈરલ વીડિયોમાં ડામ આપવામાં આવેલી ઈજાઓ અને દુર્વ્યવહારથી પીડાતા બાળકોની કહાણીઓ પણ બહાર આવી છે. વીડિયો વાઈરલ થયા પછી, ગુસ્સે ભરાયેલા લોકોનું ટોળું ગુરુકુળ સંસ્થાની બહાર એકત્ર થયું અને કડક કાર્યવાહીની માંગ કરી.
પોલીસે જણાવ્યું કે, ભરતપુરના રહેવાસી અને ગુરુકુળના વોર્ડન-કમ-શિક્ષક નારાયણ ગિરીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હાલ તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. વાઈરલ વીડિયોમાં બાળકોએ આરોપ લગાવ્યો છે કે, તેમને ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, અમે આરોપી કમ વોર્ડન નારાયણ ગિરીને કસ્ટડીમાં લીધો છે.
તપાસ માટે સમિતિની રચના કરાઈ
બ્લોક શિક્ષણ અધિકારી (BEO) પ્રકાશ ચંદ વિશ્નોઈએ જણાવ્યું હતું કે, આ કેસમાં વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. અમે ગુરુકુળની મુલાકાત લીધી છે, બાળકો, તેમના માતાપિતા અને સ્ટાફ સાથે વાત કરી છે. રિપોર્ટ ટૂંક સમયમાં સુપરત કરવામાં આવશે.
બાળકોને ધમકાવ્યા
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓએ બાળકો સૂતી વખતે જો પથારીમાં પેશાબ કરે છે તો તેમને લોખંડના સળિયાથી ડામ આપવામાં આવ્યા હતા. આ સિવાય બાળકોને આ વિશે કોઈને જાણ ન કરવા માટે પણ ધમકી આપવામાં આવતી હતી.
આ પણ વાંચોઃ આ સરકારી બેન્ક હવે બની જશે પ્રાઇવેટ, શું તમારૂ પણ આ બેન્કમાં છે ખાતું? જાણો સમગ્ર વિગત
આ પણ વાંચોઃ ‘અવરોધો આવે તો આવવા દો…’, CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, હવે દિલ્હીની દરેક વિધાનસભામાં થશે જાહેર સુનાવણી












