રાજા રઘુવંશી હત્યા કેસમાં ગુજરાતી ટ્વિસ્ટ? જાણો ક્યાંથી આવ્યું ગુજરાતનું નામ?

મધ્ય પ્રદેશઃ 23 જુલાઈ, 2025: Raja Raghuvanshi Murder Case: પોતાના જ પતિની હત્યાના આરોપમાં એક મહિનાથી વધુ સમયથી જેલમાં રહેલી સોનમ રઘુવંશીની કહાણીમાં હવે ‘એક ગુજરાતી’ વળાંક આવ્યો છે. કેટલાક અહેવાલોમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સોનમ રઘુવંશીએ એક ગુજરાતી ઉદ્યોગપતિને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તે ગુજરાતી વ્યક્તિ કોણ છે અને સોનમ સાથે તેનો શું સંબંધ છે તે અંગે વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન, એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તે એ જ વ્યક્તિ હોઈ શકે છે જેના માટે સોનમે રાજાની હત્યા કરી હોય.
રાજાની માતાએ શું કહ્યું?
રાજાની માતા ઉમા રઘુવંશીએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, સોનમ પરિવારની બહાર કોઈને કેમ મળવા માંગે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તે સોનમનો ત્રીજો બોયફ્રેન્ડ છે કે પ્રેમી, ત્યારે રાજાની માતાએ કહ્યું, ‘બની શકે છે. એ વાત હજુ સ્પષ્ટ નથી કે, તે આ વ્યક્તિને કેમ મળવા ઈચ્છે છે? તે પોતાના ભાઇ કે પિતા નહીં પરંતુ ગુજરાતી પાર્ટનરને મળવા ઈચ્છે છે.’
સોનમના પરિવાર પર પણ શંકા
રાજાની માતાએ સોનમના પરિવાર અને તેના ભાઈ ગોવિંદ પર પણ બેવડી વાત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તે પહેલા અલગ વાતો કહેતો હતો, હવે અલગ વાતો કહે છે. હવે બદલાવ આવ્યો છે. ગોવિંદ પહેલા રાજ કુશવાહાને છોડાવવા ઈચ્છે છે કે સોનમને એ ખબર નથી પડતી. તેઓ મોટી રકમ ચૂકવીને વારાફરતી બંનેને છોડાવી દેશે.’
સિલોમ જેમ્સને જામીન મળતા રાજાની માતાએ કહ્યું કે, ક્યાંકને ક્યાંક પોલીસથી ભૂલ થઈ રહી છે. સિલોમ જેમ્સ ખૂબ મોટો ગુનેગાર હતો. તેણે પુરાવાનો નાશ કર્યો હતો, તેમને ત્યાં રકમ મળી હતી. તેને કેમ છોડવામાં આવ્યો? તેનો અર્થ તો એવો જ છે કે, તેને પૈસાના બળ પર છોડવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ VIDEO; ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર વંશીય હુમલો, હુમલાખોરો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો
આ પણ વાંચોઃ અમદાવાદમાં સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ ગુમ, નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી












