રાજ કુન્દ્રાએ મૌન તોડ્યું, 60 કરોડની છેતરપિંડીના આરોપો પર કહ્યું, રાહ જુઓ, સત્ય સામે આવશે

- કેસની વિગતો પર વધુ વાત કર્યા વિના, તેમણે સંકેત આપ્યો કે તે અને શિલ્પા આ કેસમાં નિર્દોષ છે. હજુ સુધી શિલ્પા શેટ્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી
12 સપ્ટેમ્બર, HD ન્યુઝ ડેસ્કઃ શિલ્પા શેટ્ટીના પતિ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાએ Raj Kundra પહેલીવાર તેમના પર લાગેલા 60 કરોડ રૂપિયાના છેતરપિંડીના આરોપોનો જવાબ આપ્યો છે. મુંબઈના એક ઉદ્યોગપતિએ રાજ અને શિલ્પા પર 60 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ રાજે તેનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે અને પોતાને નિર્દોષ ગણાવ્યા છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ તેમની પંજાબી ફિલ્મ ‘મેહર’ના પ્રમોશન દરમિયાન રાજ કુન્દ્રાએ આ બાબતે કહ્યું કે “થોડી રાહ જુઓ, સત્ય બહાર આવશે. અમે અત્યાર સુધી કંઈ કહ્યું નથી કારણ કે અમે જાણીએ છીએ કે અમે કંઈ ખોટું કર્યું નથી. અમે હંમેશા સાચા માર્ગે ચાલ્યા છીએ અને ભવિષ્યમાં પણ એવું જ કરીશું.”
કેસની વિગતો પર વધુ વાત કર્યા વિના, તેમણે સંકેત આપ્યો કે તે અને શિલ્પા આ કેસમાં નિર્દોષ છે. હજુ સુધી શિલ્પા શેટ્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
શું છે 60 કરોડ રૂપિયાના છેતરપિંડીનો મામલો?
આ મામલો મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ સાથે સંબંધિત છે. કોઠારીનો આરોપ છે કે 2015 થી 2023 દરમિયાન, રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ તેમના વ્યવસાયને વિસ્તારવાના નામે તેમની પાસેથી પૈસા લીધા હતા, પરંતુ બાદમાં તેનો દુરુપયોગ કર્યો અને તેનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ માટે કર્યો હતો.
અહેવાલો અનુસાર રાજ-શિલ્પાએ પહેલા કોઠારી પાસેથી 12% વ્યાજે રૂ. 75 કરોડની લોન માંગી હતી, પરંતુ બાદમાં કર બચાવવાના બહાને તેમને ‘રોકાણ’ તરીકે પૈસા મોકલવા કહ્યું. તેઓએ કોઠારીને માસિક રિટર્ન અને મૂળ રકમ પરત કરવાનું પણ વચન આપ્યું હતું.
એપ્રિલ 2025માં, કોઠારીએ 31.95 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા અને સપ્ટેમ્બર 2025માં બીજા 28.53 કરોડ રૂપિયા મોકલ્યા હતા. કુલ મળીને 60 કરોડ રૂપિયાથી વધુ રકમ પર વિવાદ ઉભો થયો છે.
શિલ્પા શેટ્ટીએ કંપની છોડી, કંપની નાદાર થઈ
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીનો Best Deal TV કંપનીમાં 87.6% હિસ્સો હતો. શિલ્પા શેટ્ટીએ સપ્ટેમ્બર 2016 માં કંપનીના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું હતું. એક વર્ષ પછી કંપની દેવામાં ડૂબી ગઈ અને તેને નાદાર જાહેર કરવામાં આવી.
શિલ્પા-રાજ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ
મુંબઈ પોલીસે આ કેસમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ FIR નોંધી છે. તેમની સામે મિલકતની ઉચાપત અને છેતરપિંડી જેવી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત બંને સામે લુકઆઉટ નોટિર જારી કરવામાં આવી છે જેથી તેઓ દેશ છોડી ન શકે. હાલમાં પોલીસ દસ્તાવેજો અને પુરાવાઓની તપાસમાં વ્યસ્ત છે.
આ પણ વાંચોઃ












