ટ્રેન્ડિંગનેશનલ

ના કોઈ રોડમેપ, ના સંસદમાં કોઈ ચર્ચા….જાતિ જનગણના પર રાહુલ ગાંધીએ સરકારને ઘેરી

રાહુલ ગાંધીએ જાતિ જનગણના અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેમની પાસે કોઈ નક્કર રોડમેપ નથી. તેમણે એમ પણ કહ્યું કે સરકાર અન્ય રાજ્યોની સફળ જાતિ જનગણના વ્યૂહરચનામાંથી શીખવા પણ માંગતી નથી.

કોંગ્રેસના નેતા અને સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જાતિ વસ્તી ગણતરીના પ્રશ્ન પર સરકારના જવાબને જાહેર કરી દીધો છે. તેમણે સરકાર તરફથી જે જવાબ મળ્યો છે, તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યું કે, સરકાર પાસે કોઈ નક્કર રોડમેપ નથી. સાથે જ તેમણે કહ્યું કે સરકાર અન્ય રાજ્યોની સફળ જાતિ વસ્તી ગણતરી વ્યૂહરચનામાંથી પણ શીખવા તૈયાર નથી.

રાહુલે X પર લખ્યું….

“મેં સરકારને સંસદમાં જાતિ વસ્તી ગણતરી વિશે પૂછ્યું – તેમનો જવાબ આઘાતજનક છે. ના કોઈ નક્કર રોડમેપ, ના કોઈ સમયબદ્ધ યોજના, ના સંસદમાં કોઈ ચર્ચા, અને ના જનતા સાથે સંવાદ. અન્ય રાજ્યોમાં સફળ જાતિ વસ્તી ગણતરીની વ્યૂહરચનાઓમાંથી શીખવાની પણ કોઈ ઈચ્છા નથી. મોદી સરકારની આ જાતિ જનગણના દેશના બહુજન સાથે સ્પષ્ટ વિશ્વાસઘાત છે.”

રાહુલે સરકારને ત્રણ પ્રશ્નો પુછ્યા હતા

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. પહેલો પ્રશ્ન દર દસ વર્ષે હાથ ધરવામાં આવતી વસ્તી ગણતરીની સમયમર્યાદા અને તૈયારીઓ અંગે હતો. બીજો પ્રશ્ન એ હતો કે, શું સરકાર પાસે વસ્તી ગણતરીના પ્રશ્નોના મુસદ્દા પ્રકાશિત કરવા અને આ પ્રશ્નો પર જનતા અથવા જનપ્રતિનિધિઓ પાસેથી ઇનપુટ મેળવવાનો કોઈ પ્રસ્તાવ છે? તેમણે ત્રીજો પ્રશ્ન પૂછ્યો હતો કે, “સરકાર વિવિધ રાજ્યોમાં કરવામાં આવેલા જાતિ સર્વેક્ષણોના અનુભવો પર વિચાર કરી રહી છે.” કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સરકાર વતી ત્રણેય પ્રશ્નોના જવાબ આપ્યા.

આ પણ વાંચો: લખનઉ: અધધ…2000000000 રુપિયાના ખર્ચે બનશે ભાજપનું નવું કાર્યાલય, દિલ્હીમાં તૈયાર બની રહ્યો છે નક્શો

Back to top button