ટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી પંચના નવા નિયમનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ, કહ્યું- ‘પુરાવા ખતમ કરે છે, મેચ ફિક્સ છે…’

નવી દિલ્હીઃ 21 જૂન, 2025: Rahul Gandhi Opposes New Election Commission Rule: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ શનિવારે એકવાર ફરી ચૂંટણી આયોગ પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. આ સિવાય તેમણે ચૂંટણી પંચની પારદર્શિતા પર પણ સવાલ ઊભા કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ચૂંટણી પંચ જાણી જોઈને ચૂંટણી સાથે જોડાયેલા મહત્ત્વના ડેટા નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે.

રાહુલ ગાંધીનો આરોપ

રાહુલ ગાંધીએ શનિવારે (21 જૂન) ચૂંટણી પંચ પર પ્રહાર કરતા કહ્યું કે, જાણીજોઈને ચૂંટણી સાથે જોડાયેલા જરૂરી દસ્તાવેજ અને ડેટા નષ્ટ કરવામાં આવી રહ્યા છએ. રાહુલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘વોટર લિસ્ટ મશીન-રીડિબલ ફૉર્મેમાં નહીં આપવામાં આ, સીસીટીવી ફૂટેજ કાયદો બદલીને સંતાડી દેવામાં આવી અને હવે ચૂંટણીના ફોટો-વીડિયો એક વર્ષની બદલે ફક્ત 45 દિવસમાં જ નષ્ટ કરી દેવામાં આવશે. જેના પાસેથી જવાબ જોઈએ, તે જ પુરાવા નષ્ટ કરી રહ્યા છે એટલે કે, મેચ ફિક્સ છે અને ફિક્સ ચૂંટણી લોકતંત્ર માટે ઝેર છે.’

ચૂંટણી પંચની સ્પષ્ટતા

રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચે જવાબ આપ્યો કે, અધિકારીઓને કહ્યુંકે, મતદાન કેન્દ્રોની વેબકાસ્ટિંગ ફૂટેજને સાર્વજનિક કરવી, મતદારોની ગોપનીયતા અને સુરક્ષા માટે જોખમ બની શકે છે. આ પ્રકારની માંગ જોવામાં તો જનહિત અને લોકતાંત્રિક ઈમાનદારીના સમર્થનમાં લાગે છે, પરંતુ હકીકતમાં તેનો હેતુ તેનાથી વિપરિત હોય છે.

કાયદો અને સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકવામાં આવ્યા

ચૂંટણી પંચે અધિકારીઓને કહ્યું કે, રાહુલ ગાંધીની માંગ 1950 અને 1951ના જન પ્રતિનિધિત્વ અધિનિયમ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશની સામે છે. અમે કાયદા અને બંધારણ મુજબ કામ કરી ર્હયા છીએ અને મતદારોની સુરક્ષા તેમજચૂંટણીની નિષ્પક્ષતાને જાળવી રાખવી અમારી પ્રાથમિકતા છે.

મતદારોની ઓળખ જાહેર થવાનો ભય

ચૂંટણી પંચના અધિકારીઓએ ચેતવણી આપી કે, મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાથી કોણે મતદાન કર્યું અને કોણે નહીં તે જાણી શકાય છે, જેના કારણે તે લોકો પર દબાણ, ભેદભાવ અથવા ધાકધમકી થઈ શકે છે. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે જો કોઈ રાજકીય પક્ષને બૂથ પર ઓછા મત મળે છે, તો તે ફૂટેજ જોઈને શોધી શકે છે કે કોણે મતદાન કર્યું નથી. જેનાથી ગણતરીના લોકોને હેરાન કરવા અને ડરાવવાની ઘટના સામે આવી શકે છે.

સીસીટીવી ફૂટેજનો સમય મર્યાદા અને ઉપયોગ

અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે, ચૂંટણી પંચ આ સીસીટીવી ફૂટેજને આંતરિક વહીવટી કાર્ય માટે ફક્ત 45 દિવસ સુધી સુરક્ષિત રાખે છે. આ નિયમ એટલા માટે છે કારણ કે ચૂંટણી પરિણામ સામે અરજી દાખલ કરવાની કાનૂની સમય મર્યાદા પણ 45 દિવસ છે.

કોર્ટ માટે સુરક્ષિત

જો આ સમય મર્યાદામાં અરજી દાખલ કરવામાં આવે છે, તો ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવે છે અને જરૂર પડ્યે કોર્ટને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ જો કોઈ અરજી દાખલ કરવામાં ન આવે, તો તે પછી ફૂટેજ રાખવાથી ખોટી માહિતી ફેલાવાનું અથવા દુરૂપયોગ થવાનું જોખમ રહેલું છે.

નિયમમાં બદલાવ

ગત વર્ષે સરકારે ચૂંટણી પંચની ભલામણ પર ચૂંટણી નિયમોમાં ફેરફાર કર્યા હતા, જે હેઠળ સીસીટીવી અને વેબકાસ્ટ ફૂટેજ જેવા ચોક્કસ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ જાહેર જનતા માટે ઉપલબ્ધ ન કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે. 30 મેના દિવસે, ચૂંટણી પંચે રાજ્યના અધિકારીઓને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાના રેકોર્ડિંગ માટે ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, સીસીટીવી અને વેબકાસ્ટિંગ જેવી ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ ઈરાને પરમાણુ હથિયારનું પરીક્ષણ કર્યું? ઈઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન જોરદાર ભૂકંપ આવતા અટકળો શરૂ

આ પણ વાંચોઃ અમદાવાદ વિમાન દુર્ઘટના: વોટ્સએપ પર અકસ્માતનું ખોટું કારણ વાયરલ, બ્લેક બોક્સની તપાસ ચાલુ

Back to top button