ટ્રેન્ડિંગનેશનલ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના સ્વાસ્થ્યમાં સુધારો, લો હાર્ટ રેટની ફરિયાદ બાદ હોસ્પિટલમાં થયા હતા દાખલ

પંજાબઃ 6 સપ્ટેમ્બર, 2025: Punjab CM Bhagwant Mann Health: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના સ્વાસ્થ્યમાં હવે સુધારો થઈ રહ્યો છે. મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલે મુખ્યમંત્રી માનના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે, તેમની તબિયત પહેલા કરતા ઘણી સારી છે અને બ્લડ પ્રેશરના પરિમાણોમાં સુધારો થઈ રહ્યો છે. જોકે, હજુ થોડો સમય તેમને મેડિકલ ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.

છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા

નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભગવંત માનને શુક્રવારે (8 સપ્ટેમ્બર) બ્લડ પ્રેશરમાં વધઘટ અને ધબકારા ધીમા પડવાની ફરિયાદ બાદ મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લાં ઘણા દિવસોથી બીમાર હતા. પહેલા તેમને વાઈરલ ફીવર અને અપચોની સમસ્યા હતી, જેના માટે તેઓ ઘરે દવાઓ લઈ રહ્યા હતા. પરંતુ, 5 સપ્ટેમ્બરે જ્યારે સમસ્યા વધી ગઈ, ત્યારે તેમને ડૉકટરોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

પંજાબમાં પૂરની પરિસ્થિતિ અંગે રાહત કાર્યની ચર્ચા કરવા માટે 5 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટ બેઠક મુખ્યમંત્રી માનની બીમારીને કારણે મુલતવી રાખવામાં આવી હતી.

પંજાબમાં પૂરથી ખરાબ પરિસ્થિતિ

નોંધનીય છે કે, પંજાબ 1988 પછીની સૌથી ખરાબ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, જેના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે. રાજ્યમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે અને 1.71 લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનને અસર થઈ છે.

કેજરીવાલે કરી મુલાકાત

મુખ્યમંત્રી ભગવંત માનના સ્વાસ્થ્યના સમાચાર બાદ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના સત્તાવાર નિવાસસ્થાને તેમની મુલાકાત કરી હતી. અગાઉ તેઓ મુખ્યમંત્રી માન સાથે કપૂરથલા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના હતા, પરંતુ તેમની તબિયત ખરાબ હોવાથી, કેજરીવાલ એકલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

છેલ્લા બે અઠવાડિયામાં, ભગવંત માને નુકસાનનું આંકલન કરવા અને રાહત કાર્યમાં ભાગ લેવા માટે અનેક પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મંગળવારે (9 સપ્ટેમ્બર) બોટ દ્વારા ફિરોઝપુર જિલ્લાના ગટ્ટી રાજોની મુલાકાત લીધી હતી. તેમણે અમૃતસરના પૂરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો : બનાસકાંઠાના ચંડીસરમાંથી 35 લાખથી વધુનું ભેળસેળવાળું ઘી જપ્ત

આ પણ વાંચોઃ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Back to top button