ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન વધુ હિંસક બન્યું, પોલીસ પર પથ્થરમારો

Protests at Jantar Mantar: NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓના મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલું વિરોધ પ્રદર્શન સતત ત્રીજા દિવસે હિંસક બન્યું. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) પર પથ્થરમારો કર્યો અને લાઠી-ડંડાથી હુમલો કર્યો, જેમાં બે ACP, બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

ઘાયલ અધિકારીઓમાં ACP વિવેક ભગત અને ACP જયપ્રકાશનો સમાવેશ થાય છે. ઘટના ટોલસ્ટોય માર્ગ નજીક બની હોવાનું પોલીસે જણાવ્યું છે.

પથ્થરમારા બાદ લાઠીથી હુમલો

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, જંતર-મંતર નજીક પોલીસ અને RAFની ટીમ નિયમિત સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત હતી. તે દરમિયાન અચાનક કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. પોલીસ પરિસ્થિતિ કાબૂમાં લેવા આગળ વધી ત્યારે કેટલાક લોકોએ લાઠી-ડંડાથી હુમલો કર્યો.

ઘટના બાદ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે હુમલામાં સામેલ લોકોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

પેપર લીક મુદ્દે ચર્ચા માટે સરકારનો પ્રસ્તાવ

આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે NEET પેપર લીક મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટે ફરીથી વિપક્ષને આમંત્રણ આપ્યું છે.

સરકારે જણાવ્યું છે કે ચર્ચા કયા દિવસે અને કેટલા સમય સુધી કરવી તે નિર્ણય વિપક્ષ લઈ શકે છે. સરકારે પરીક્ષા પ્રણાલીમાં સુધારા માટે વિપક્ષના સૂચનો પણ સ્વીકારવાની તૈયારી દર્શાવી છે.

વિપક્ષ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અડગ

બીજી તરફ વિપક્ષ હજુ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ છે.

કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ સંસદમાં ચર્ચાનું આશ્વાસન આપતાં જણાવ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ રાજકીય આક્ષેપો કર્યા અને પ્રશ્ન કર્યો કે બિન-ભાજપ શાસિત રાજ્યોમાં થયેલા પેપર લીકના મુદ્દાઓ કેમ ઉઠાવવામાં આવતા નથી.

સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કરવાના સંકેત આપ્યા

હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોનમ વાંગચુકે એક વીડિયો મેસે઼જ જાહેર કરીને સંકેત આપ્યો છે કે જો સરકાર વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ બંધ કરવાની અને નોંધાયેલા કેસ પાછા ખેંચવાની ખાતરી આપે તો તેઓ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર છે.

જોકે, કોકરોચ જનતા પાર્ટી (CJP)એ સ્પષ્ટ કર્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે.

‘બાહ્ય અસામાજિક તત્વો ઘૂસી ગયા’ – પોલીસ સૂત્રો

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આંદોલનમાં કેટલાક બાહ્ય અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા. પોલીસનો દાવો છે કે આવા લોકો ભીડમાં ભળી અચાનક પથ્થર અને બોટલો વડે હુમલો કરે છે, જેના કારણે સમગ્ર ભીડ ઉગ્ર બની જાય છે.

આ પણ વાંચો : Appleને યુએસ કોર્ટનો મોટો ઝટકો: $634 મિલિયનના નુકસાનીના ચુકાદાને રદ કરવાની અરજી ફગાવી


Back to top button