VIDEO: પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાનો મુસ્લિમ પ્રેમ છલકાયો, PM મોદીને સલાહ આપી! જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 23 એપ્રિલ, 2025: કોંગ્રેસ સાંસદ પ્રિયંકા વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાનો મુસ્લિમ પ્રેમ છલકાયો છે. પહેલગામમાં ઈસ્લામિક આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓ ઉપર કરેલા હુમલાના સંદર્ભમાં વાડ્રાનું કહેવું છે કે, આ ઈસ્લામિક આતંકવાદીઓએ હુમલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશો આપ્યો છે. Robert Vadra’s Muslim love overflowed
લાઈવહિન્દુસ્તાનના એક અહેવાલ મુજબ, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાના મતે દેશની સરકાર હિન્દુત્વની વાતો કરે છે અને તેને કારણે લઘુમતીઓ પોતાને અસહાય માને છે! Vadra gave advice to Modi about Hindu – muslim
કોંગ્રેસી રોબર્ટ વાડ્રાએ આગળ કહ્યું કે, જો આપણે આ આતંકવાદી હુમલાનું વિશ્લેષણ કરીએ તો સમજાશે કે તેઓ (ઈસ્લામિક જેહાદી આતંકીઓ) લોકોની ઓળખ જુએ છે. તેઓ આવું કેમ કરે છે? એવું એટલા માટે કરે છે કે આપણા દેશમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વિભાજન કરી દેવામાં આવ્યું છે.
પ્રિયંકાના પતિ વાડ્રા માને છે કે, કેટલાક (મુસ્લિમ) સંગઠનોને લાગે છે કે હિન્દુઓ તમામ મુસ્લિમો માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે. ઓળખ જાણીને પછી હત્યા કરવી એ પીએમ મોદી માટે સંદેશ છે એમ પણ વાડ્રાએ કહ્યું. તેના મતે લઘુમતીઓ પોતાને નબળા અનુભવી રહ્યા છે. વાડ્રાનું એવું પણ કહેવું છે કે, ટોચના નેતૃત્વ તરફથી આપણને સૌને એવો સંદેશો મળવો જોઈએ કે બધા જ સુરક્ષાનો અનુભવ કરે. રોબર્ટ વાડ્રાના મતે જો એવું થશે તો ફરી આવી ઘટનાઓ નહીં બને!
આ પણ વાંચોઃ પહેલગામના ઈસ્લામિક આતંકી હુમલાખોરોના સ્કેચ જારી, ફોટો પણ થયો વાયરલ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












