જન્મદિવસે ભાવુક થયા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, બાળકોનું ગીત સાંભળીને કહ્યું કે…

ઉતરાખંડ, 20 જૂન 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડના ત્રણ દિવસના પ્રવાસે છે. શુક્રવારે, જ્યારે તેમણે દેહરાદૂન સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ ધ વિઝ્યુઅલી હેન્ડિકેપ્ડ (NIEPVD) ની મુલાકાત લીધી, ત્યારે ત્યાંના અંધ બાળકોએ ગીત ગાઈને તેમને તેમના 67મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી. બાળકોના ભાવપૂર્ણ ગાયન સાંભળીને રાષ્ટ્રપતિ ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ આવી ગયા.
બાળકોને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં. બાળકોના અવાજમાં સત્ય અને હૃદયની ઊંડાઈ હતી, જેણે તેમને ખૂબ પ્રભાવિત કર્યા. તેમણે કહ્યું કે દિવ્યાંગ બાળકોમાં ચોક્કસપણે કોઈ ખાસ પ્રતિભા હોય છે અને જો તેઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધે તો સફળતા નિશ્ચિત છે.
#WATCH | Dehradun | President Droupadi Murmu gets emotional as the students of the National Institute for the Empowerment of Persons with Visual Disabilities extend birthday wishes to her with a song. pic.twitter.com/I8bfcJfYlq
— ANI (@ANI) June 20, 2025
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સરકારની યોજનાઓ દિવ્યાંગને સશક્તિકરણ અને તેમને સમાન તકો આપવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે. તેમણે સંસ્થા સાથે સંકળાયેલા તમામ લોકોની પણ પ્રશંસા કરી, જેઓ દિવ્યાંગ બાળકોના સશક્તિકરણ માટે સમર્પિત છે.
ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) એ બાળકોને દેશના વિકાસમાં ભાગીદાર ગણાવ્યા અને કહ્યું કે તેઓ 2047 સુધીમાં ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવવાના મિશનનો ભાગ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડની ત્રણ દિવસની મુલાકાતે
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાષ્ટ્રપતિને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તેમનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે, પરંતુ તેમણે હંમેશા વંચિતો માટે કામ કર્યું છે. રાષ્ટ્રપતિ શનિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પોલીસ લાઇન ખાતે યોગ કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યારબાદ દિલ્હી પરત ફરશે.
આ પણ વાંચો: ભારતની વધુ એક કુટનૈતિક જીતઃ ભારતીય વિદ્યાર્થીઓ માટે ઈરાને એરસ્પેસ ખોલવાનો કર્યો નિર્ણય












