ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

શિક્ષણ મંત્રી બન્યા બાદ પ્રહલાદ જોશીનું પ્રથમ નિવેદન, પીએમ મોદીનો માન્યો આભાર

Pralhad Joshi’s first statement : કેન્દ્ર સરકારમાં શિક્ષણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સંભાળ્યા બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તેના માટે તેઓ આભારી છે અને આ નવી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા, કર્તવ્યભાવ અને વિનમ્રતા સાથે નિભાવશે.

પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, “મને હમણાં જ જાણ થઈ કે વડાપ્રધાનએ મને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. હું આ જવાબદારીનો સંપૂર્ણ સમર્પણ સાથે સ્વીકાર કરું છું અને પીએમ મોદીનો દિલથી આભાર માનું છું. તેમના માર્ગદર્શન હેઠળ મારી સંપૂર્ણ ક્ષમતા સાથે દેશના શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે કામ કરીશ.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તેમણે પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યની પણ પ્રશંસા કરી હતી. જોશીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ને સફળતાપૂર્વક અમલમાં મૂકી શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આ કાર્યભાર સોંપવામાં આવ્યો

ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રહલાદ જોશીને તેમના વર્તમાન ઉપભોક્તા બાબતો મંત્રાલય ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

કડક કાયદો લાવવાની પ્રક્રિયા શરૂ

તાજેતરમાં NEET UG પરીક્ષાના પેપર લીક વિવાદ બાદ કેન્દ્ર સરકાર પર ભારે દબાણ આવ્યું હતું. આ વિવાદને પગલે સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં મોટા ફેરફારો કર્યા હતા. અનેક અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને પેપર લીક રોકવા માટે વધુ કડક કાયદો લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

સરકાર હવે પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવા માટે કડક કાનૂની વ્યવસ્થા અમલમાં મૂકવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન નવું વિધેયક રજૂ કરવામાં આવશે, જેમાં દોષિતોને કડક સજા અને ભારે દંડની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કેનેડાની આગ પર ટ્રમ્પનો કટાક્ષ, AI એર ફિલ્ટર બોર્ડરની તસવીર શેર કરી

Back to top button