પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ: દર મહિને ₹20,500 સુધીની આવક થશે!

Post Office Scheme: નિવૃત્તિ પછીનું જીવન દરેક વ્યક્તિ માટે આરામ અને શાંતિથી જીવવાનો સમય હોય છે. પરંતુ આ સમય દરમિયાન સૌથી મોટી ચિંતા હોય છે નિયમિત આવકની. આ સમસ્યાનો સરળ અને સુરક્ષિત ઉકેલ આપે છે ભારત સરકારની Senior Citizen Savings Scheme (SCSS).
આ સ્કીમ ખાસ કરીને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે તૈયાર કરવામાં આવી છે. આ યોજના હેઠળ રોકાણ કરનારને દર ત્રિમાસિક (quarterly) વ્યાજ આપવામાં આવે છે, જેનાથી રોજિંદા ખર્ચ, દવાઓ અને અન્ય જરૂરીયાતો સરળતાથી પૂરી થઈ શકે છે.
સરકારે એપ્રિલથી જૂન 2026 ની ત્રિમાસિક માટે આ સ્કીમ પર 8.2% વાર્ષિક વ્યાજદર યથાવત રાખ્યો છે. આ વ્યાજદર બજારમાં ઉપલબ્ધ અન્ય સુરક્ષિત વિકલ્પોની સરખામણીએ વધુ આકર્ષક માનવામાં આવે છે. આ સ્કીમની સમયમર્યાદા 5 વર્ષની છે, જેને પછી 3 વર્ષ માટે વધારી શકાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ યોજના હેઠળ ન્યૂનતમ રોકાણ માત્ર ₹1,000 થી શરૂ કરી શકાય છે, જ્યારે મહત્તમ મર્યાદા ₹30 લાખ સુધી છે. રોકાણ હંમેશા ₹1,000 ના ગુણાકમાં કરવું જરૂરી છે. ખાતાધારક પોતે અથવા પતિ-પત્ની સાથે મળીને જ્વોઇન્ટ એકાઉન્ટ પણ ખોલી શકે છે.
ખાસ વાત એ છે કે 55 થી 60 વર્ષની ઉંમર વચ્ચે VRS લેનાર વ્યક્તિઓ પણ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. જ્યારે નિવૃત્ત સેનાકર્મીઓ માટે ઉંમરની લિમિટ 50 વર્ષ રાખવામાં આવી છે.
હવે વાત કરીએ આવકની — જો કોઈ વરિષ્ઠ નાગરિક આ સ્કીમમાં ₹30 લાખનું રોકાણ કરે છે, તો 8.2% વાર્ષિક વ્યાજ પ્રમાણે તેને વર્ષમાં લગભગ ₹2,46,000 વ્યાજ મળે છે. એટલે કે દર મહિને સરેરાશ ₹20,500 જેટલી આવક થાય છે. આ આવક નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
કુલ મળીને, SCSS સ્કીમ એ વરિષ્ઠ નાગરિકો માટે એક વિશ્વસનીય અને સુરક્ષિત રોકાણ વિકલ્પ છે, જે તેમને આર્થિક સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : Horoscope 23rd April: આ રાશિના લોકોને આજે નાણાકીય લાભ થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય












