ટ્રેન્ડિંગનેશનલ

24 કલાકમાં બીજીવાર બોલ્યા PM મોદીઃ ઓનલાઈન ક્લાસ, વર્કફ્રોમ હોમ કરો અને પેટ્રોલ-ડીઝલ બચાવો

PM Modi Vadodara Sardardham hostel inauguration speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં સરદારધામ હોસ્ટેલ ફેઝ-3નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે દેશવાસીઓને વૈશ્વિક સંકટના સમયમાં ખર્ચ ઘટાડવા અને સંસાધનોની બચત કરવા માટે અનેક મહત્વની અપીલો કરી હતી. પીએમ મોદીએ ઇલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ કરવા, એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.

વડોદરામાં સરદારધામ ભવન-3નું લોકાર્પણ

વડાપ્રધાને ₹150 કરોડના ખર્ચે બનેલા નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને ભણવાની આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. આ પ્રસંગે પીએમએ જણાવ્યું કે સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને સરદાર પટેલના સંકલ્પથી બનેલું આ મંદિર આજે આપણને પ્રેરણા આપે છે. વડોદરાનું આ સરદારધામ શિક્ષણ અને સામાજિક વિકાસ માટે એક મહત્વનું કેન્દ્ર સાબિત થશે.

વૈશ્વિક સંકટ અને ભારતની જવાબદારી

પીએમ મોદીએ કહ્યું કે વિશ્વ અત્યારે અસ્થિર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. કોરોના બાદ હવે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ આ દાયકાનું મોટું સંકટ છે. તેની અસર ભારત પર પણ પડી રહી છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે વિદેશી ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ જેથી વિદેશી હૂંડિયામણની બચત થઈ શકે.

પીએમ મોદીએ કરેલી 5 મુખ્ય અપીલો

  • પરિવહન: પેટ્રોલ-ડીઝલની બચત માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ, કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનો અપનાવો.
  • ડિજિટલ શિક્ષણ: શાળાઓમાં ઓનલાઇન ક્લાસ અને ઓફિસ કામમાં ‘વર્ક ફ્રોમ હોમ’ને પ્રોત્સાહન આપો.
  • સોનાની ખરીદી: સોનાની આયાત પાછળ દેશનો મોટો ખર્ચ થાય છે, તેથી હાલમાં સોનાની ખરીદી ટાળો.
  • મીટિંગ્સ: મુસાફરીનો ખર્ચ અને ઇંધણ બચાવવા માટે વર્ચ્યુઅલ મીટિંગ્સ પર ભાર મૂકો.
  • વોકલ ફોર લોકલ: સ્થાનિક ઉદ્યોગસાહસિકોને તાકાત આપવા માટે સ્વદેશી વસ્તુઓનો જ આગ્રહ રાખો.

મહિલા સશક્તિકરણ અને સ્ટાર્ટઅપ્સ

પીએમ મોદીએ વડોદરાથી જણાવ્યું કે નાના શહેરોના યુવાનો હવે સ્ટાર્ટઅપ્સમાં આગળ આવી રહ્યા છે. મુદ્રા યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓથી મહિલાઓ અને ગરીબ પરિવારો સશક્ત બન્યા છે. તેમણે દરેક નાગરિકને પોતાનું દાયિત્વ નિભાવી દેશના સંસાધનો પરનો બોજ ઓછો કરવા વિનંતી કરી હતી.

આ પણ વાંચોઃ એક છોકરી, બે પ્રેમી; એકનું મોત… હૈદરાબાદ બીટેકના વિદ્યાર્થીની હત્યામાં ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચોઃ સાવધાન! વોટ્સએપ પ્લસ વાપરવું પડી શકે ભારે, વાપરતા પહેલા આટલું જાણી લો

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button