ટ્રેન્ડિંગનેશનલ

‘આપણા ટેલેન્ટથી ડરે છે…’ ડોનાલ્ડ ટ્રમ્પના H1-B વીઝા નિર્ણય પર પીયુષ ગોયલનું નિવેદન

નવી દિલ્હીઃ 21 સપ્ટેમ્બર, 2025: Piyush Goyal Reaction on H1B Visa: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા પર ફી વધારવાના નિર્ણયથી ભારતીય રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ વિઝાનો ઉપયોગ મોટાભાગે ભારતીય લોકો જ કરતા હોવાથી વિપક્ષ પણ સરકાર પર સવાલ ઉઠાવી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે ટ્રમ્પ વહીવટી તંત્રએ આ નિર્ણય પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘એવું લાગે છે કે તેઓ (અમેરિકા) આપણા ટેલેન્ટથી ડરે છે, તેથી આવું કરી રહ્યા છે.’

‘અમેરિકા આપણી પ્રતિભાથી ડરે છે’: ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે શનિવારે (20 સપ્ટેમ્બર) જણાવ્યું કે, અમેરિકા દ્વારા H-1B વિઝા ફી વધારવાનો નિર્ણય દર્શાવે છે કે, તેઓ ભારતની પ્રતિભાથી ડરે છે. તેમણે કહ્યું કે, ‘દુનિયાભરના દેશો ભારત સાથે વેપાર વધારવા અને સંબંધો સુધારવા માગે છે. જોકે, અમને આ બાબત પર કોઈ વાંધો નથી, કારણ કે આખરે વિજેતા ભારત જ હશે.’

અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોને દેશમાં પરત ફરવા અપીલ

કેન્દ્રીય મંત્રી ગોયલે અમેરિકામાં રહેતા ભારતીય પ્રવાસીઓને ભારત પરત ફરવા અને અહીં નવી ટેકનોલોજી વિકસાવવા તથા નવી વસ્તુઓ ડિઝાઇન કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે, જો આવું થશે તો ભારતનું અર્થતંત્ર વધુ ઝડપથી આગળ વધશે. ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે, આ મામલે ગમે તે પરિણામ આવે, અંતે વિજેતા આપણે જ છીએ.

ભારત-અમેરિકા વચ્ચે વેપારી તણાવ

નોંધનીય છે કે, ભારત અને અમેરિકા વચ્ચે વેપારી તણાવ ચાલી રહ્યો છે. ગોયલ ટૂંક સમયમાં જ આ મુદ્દે ચર્ચા કરવા માટે અમેરિકા જવાના છે. ટ્રમ્પના આ નિર્ણયથી આ તણાવમાં વધુ વધારો થયો છે.

આ પણ વાંચોઃ UPIથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા? આ પગલાં અનુસરો અને તમને તમારા પૈસા જલ્દી પાછા મળશે

આ પણ વાંચોઃ “હું H-1B વિઝા પર એક એવું યુદ્ધ છેડીશ જેની કલ્પના પણ….” ટ્રમ્પ દ્વારા ફીમાં વધારો કર્યા પછી એલોન મસ્કનું જૂનું ટ્વિટ વાયરલ 

Back to top button