ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના ક્રિકેટરનું રાજકોટમાં ક્રિકેટ રમતા દરમ્યાન મોત

  • *બનાસકાંઠાના ઉભરતા ક્રિકેટરના મોતથી રમત પ્રેમીઓમાં આઘાત

પાલનપુર : ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ક્રિકેટની રમતમાં નામના મેળવનાર ડીસાના ક્રિકેટર ભરત બારૈયાનું રાજકોટમાં ક્રિકેટ રમતા દરમિયાન હાર્ટ એટેકથી મોત થતા ક્રિકેટ સહિત રમતગમત પ્રેમીઓમાં ભારે આઘાતની લાગણી છવાઈ છે.

ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતો ભરત બારૈયા બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટરોમાં સારી નામના ધરાવે છે. બનાસકાંઠા સહિત આંતર જિલ્લામાં યોજાતી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટો તેમજ નાઈટ ટુર્નામેન્ટોમાં ભરત બારૈયાએ ખાસ્સી નામના મેળવી હતી. ડીસા સહિત બનાસકાંઠાની જુદી જુદી સ્પોર્ટસ ક્લબો તેમજ જુદા જુદા યુવક મંડળોના નેજા હેઠળની ટીમોમાં ભરત બારૈયા ભાગ લઈ રમતો હતો. ત્યારે તાજેતરમાં જ તે રાજકોટ ખાતે લગ્ન પ્રસંગે ગયો હતો, જ્યાં રાજકોટ ખાતે ચાલી રહેલી નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલી બનાસકાંઠાની ટીમની મેચ હતી. આ દરમિયાન ભરત બારૈયાનું મેચ દરમિયાન જ હાર્ટ એટેકથી મોત નીપજયુ હતું. તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જિલ્લાના ઉભરતા ક્રિકેટર ભરત બારૈયાના મોતથી ક્રિકેટ સહિતની રમત પ્રેમીઓમાં ભારે આઘાતની લાગણી છવાઈ છે.

આ પણ વાંચો : અંબાજી : ગબ્બર પર્વત પર મધ્યરાત્રે યોજાઇ ભવ્ય મહાઆરતી

Back to top button