ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટ્સ

પહેલગામ હુમલા બાદ પણ ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમશે? BCCIએ આપ્યો આવો જવાબ

નવી દિલ્હી, તા. 23 એપ્રિલ, 2025: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષનો માહોલ છે. આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટેંસ ફ્રંટે લીધી છે. બીસીસીઆઈ પણ પાકિસ્તાનને લઈ તેનું વલણ સ્પષ્ટ કર્યું છે.

રાજીવ શુક્લાએ શું કહ્યું?

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું, અમે પીડિતો સાથે છીએ અને ઘટનાની નિંદા કરીએ છીએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બીસીસીઆઈ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું બંધ કરી દેવું જોઈએ? તેનો જવાબ આપતાં કહ્યું, સરકાર જેમ કહેશ તેમ કરીશું. સરકારના વલણના કારણે જ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરિઝ રમતા નથી અને અમે આગળ પણ પાકિસ્તાન સાથે આવી સીરિઝ નહીં રમીએ. આઈસીસી ઈવેન્ટમાં આઈસીસીની ભાગીદારીના કારણે રમીએ છીએ.


બંને દેશો ક્યારે રમ્યા હતા દ્વિપક્ષીય સીરિઝ

ભારત અને પાકિસ્તાન અંતિમ વખત 2012-13માં દ્વિપક્ષીય સીરિઝ રમ્યા હતા. પાકિસ્તાન ભારતના પ્રવાસે આવ્યું હતું. આ દરમિયાન 2 મેચની ટી20 સીરિઝ પણ રમાઈ હતી. ભારત અને પાકિસ્તાન અંતિમ વખત 2007માં ટેસ્ટ સીરિઝ રમ્યા હતા. પાકિસ્તાનની ટીમ 2023 વન ડે વર્લ્ડકપ રમવા ભારત આવી હતી.

તાજેતરમાં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનના પ્રવાસે જવાની ના પાડી હતી. જેના કારણે આઈસીસીએ દુબઈમાં ભારતની મેચ રમાડી હતી અને ટીમ ઈન્ડિયા વિજેતા બની હતી.

આ પણ વાંચોઃ આઈપીએલ 2025: પહેલગામ આતંકી હુમલા બાદ મુંબઈ-હૈદરાબાદની મેચમાં જોવા મળશે આ 4 બદલાવ

Back to top button