7 ડિસેમબરે અંતરિક્ષમાં ચંદ્ર સાથે દેખાશે મંગળનો અદ્ભુત નજારો

જે લોકો રોજ રાતે આકાશ જોતા નથી તેઓ 7 ડિસેમ્બરે જરૂર જોશે, કેમકે આ દિવસે સંપુર્ણ રીતે ખીલેલો ચંદ્ર અને તેની બરાબર પાછળ મંગળ ગ્રહ જોવા મળશે. આવો નજારો સામાન્ય રીતે ઓછો જોવા મળે છે.

જો જો એલિયન ન સમજી લેતા
7 ડિસેમ્બરે પુનમ છે. આ દિવસે તમે ચંદ્રની ડાબી બાજુ જોશો તો તમને મંગળ ગ્રહ ચમકતો દેખાશે. અમેરિકી સમય અનુસાર રાતે 11.08 વાગ્યે ભારતમાં 8 તારીખ હશે. તો અહીં મંગળ ગ્રહ દેખાવાની શક્યતા 8 તારીખે છે. જ્યારે ચંદ્રની પાછળ ચમકદાર નારંગી-પીળા રંગનો તારો દેખાય તો તેને એલિયન ન સમજતા. તે મંગળ ગ્રહ હશે, જે સુરજની રોશનીથી ચમકતો દેખાશે.
દર 14 વર્ષે બને છે આવી ઘટના
તમે દુરબીન કે ટેલિસ્કોપથી આ અદ્ભુત ઘટના જોઇ શકો છો. ખાસ કરીને મંગળ ગ્રહનું આ રીતે દેખાવું 14 વર્ષમાં એક વાર બને છે. ક્યારેક તે ચંદ્રમાંની નીચે પણ દેખાય છે.
આ પણ વાંચોઃ ધન રાશિમાં સુર્યના પ્રવેશથી આ રાશિઓને થશે નુકશાન












