સંસદ પહોંચ્યો નોરા ફતેહીના ‘સરકે ચુનર તેરી…’ ગીતનો વિવાદ, અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?

- લોકસભામાં બોલતા વૈષ્ણવે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા સંપૂર્ણપણે અમર્યાદિત ન હોઈ શકે. તેમણે કહ્યું કે આ ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
Entertainment News: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે જણાવ્યું હતું કે નોરા ફતેહીના વિવાદાસ્પદ ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે ભાર મૂક્યો હતો કે અભિવ્યક્તિની સ્વતંત્રતા યોગ્ય પ્રતિબંધોની અંદર તેમજ સમાજ અને સંસ્કૃતિનું સન્માન કરતી હોવી જોઈએ.
લોકસભામાં બોલતા વૈષ્ણવે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા સંપૂર્ણપણે અમર્યાદિત ન હોઈ શકે. તેમણે કહ્યું કે આ ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આપણને વાણી સ્વતંત્રતા મળી છે તો તેનો ઉપયોગ પણ નિર્ધારિત વાજબી પ્રતિબંધોમાં રહીને જ કરવો જોઈએ. વાણી સ્વતંત્રતા સંપૂર્ણપણે અપ્રતિબંધિત ન હોઈ શકે. સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદોરિયા દ્વારા નીચલા ગૃહમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેમણે વિવાદાસ્પદ ગીત અંગે સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી હતી.
The vibe continues from KD – The Devil. 🎶🔥
Watch Now on @aanandaaudio YT channel #KDTheDevilhttps://t.co/UWM0X8Iz0a – KANNADAhttps://t.co/Ck6GOK4JAp – HINDIhttps://t.co/Oos7gPuJZG – TELUGUhttps://t.co/W8Sr2Dd8Q9 – TAMILhttps://t.co/NkTGIQf4lJ – MALAYALAM
#KDTheDevil… pic.twitter.com/DrszmqHLXY— KVN Productions (@KvnProductions) March 15, 2026
ગીત પર શું વિવાદ છે?
આ ગીતમાં અભિનેત્રીઓ નોરા ફતેહી અને સંજય દત્ત દેખાયા હતા . આ ગીત આગામી કન્નડ ફિલ્મ “કેડી: ધ ડેવિલ” નું છે. ઓનલાઈન રિલીઝ થતાં આ ગીતે મોટો વિવાદ ઉભો કર્યો હતો. ઘણા દર્શકોએ ગીતના શબ્દોને અત્યાર સુધીના સૌથી અભદ્ર અને દ્રશ્યોને ખૂબ જ સેક્શ્યુઅલ ગણાવ્યા હતા.
#WATCH | Speaking in Lok Sabha, on the ban on Bollywood film song ‘Sarke Chunariya’, Union Minister for Information & Broadcasting, Ashwini Vaishnaw says,” A ban has been imposed on the song. We must operate according to the reasonable restrictions under the Freedom of Speech.… pic.twitter.com/TMSBaiLVke
— ANI (@ANI) March 18, 2026
આ અઠવાડિયાની શરૂઆતમાં આ ગીતનું હિન્દી વર્ઝન યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું હતું. ગીત સામે વિરોધ તીવ્ર બન્યા બાદ તેને દૂર કરવામાં આવ્યું હતું. જોકે, કન્નડ, મલયાલમ, તેલુગુ અને તમિલ ભાષામાં વર્ઝન હજુ પણ વિડિઓ-શેરિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ ફિલ્મ 30 એપ્રિલના રોજ સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે. આ ગીતના મૂળ શબ્દો ફિલ્મના દિગ્દર્શક પ્રેમ દ્વારા કન્નડમાં લખવામાં આવ્યા હતા. હિન્દી ગીત લખનારા ગીતકાર રકીબ આલમે આ વિવાદથી પોતાને દૂર રાખ્યા છે અને કહ્યું છે કે તેમણે ફક્ત મૂળ ગીતોનો અનુવાદ કર્યો છે.
આ પણ વાંચોઃ Nora Fatehiના ગીત પર વિવાદ, લિરિસિસ્ટ રકીબ આલમે કહ્યુ, મેં નથી લખ્યું, ડિરેક્ટરને કોન્ટ્રોવર્સી જોઈતી હતી!












