ટ્રેન્ડિંગનેશનલ

રેલવેમાં એક્સ્ટ્રા લગેજ પર નહીં આપવો પડે દંડઃ કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ 21 ઓગસ્ટ, 2025: Railway Luggage Rule: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હવાઈ મુસાફરોની જેમ રેલવેમાં વધારાના સામાન માટે વધુ ભાડું વસૂલવાના સમાચારને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, દાયકાઓથી એક નિયમ છે કે મુસાફર પોતાની સાથે કેટલું વજન લઈ જઈ શકે છે, કોઈ નવો નિયમ બનાવવામાં આવ્યો નથી. આનો અર્થ એ નથી કે જો વજન તેનાથી વધુ હોય તો વધુ ભાડું વસૂલવામાં આવે છે.

રેલવેમાં હવાઈ મુસાફરી જેવો નિયમ નથી

અગાઉ એવા અહેવાલ સામે આવ્યા હતા કે, ભારતીય રેલવે હવે હવાઈ મુસાફરી જેવા સામાન માટે નિયમો લાગુ કરવા જઈ રહી છે, જે હેઠળ મુસાફરી દરમિયાન જો તમે વધુ સામાન લઈ જશો તો સામાન અનુસાર વધારાનું ભાડું વસૂલવામાં આવશે. આ નિયમ પહેલાથી જ અસ્તિત્વમાં છે, પરંતુ હવે તેનો સંપૂર્ણ કડક અમલ કરવામાં આવશે. આ નિયમ હેઠળ, નિર્ધારિત વજન સુધીનો સામાન મફતમાં લઈ જઈ શકાય છે, પરંતુ જો તમે તેનાથી વધુ સામાન લઈ જાઓ છો, તો તમારે વધારાનું ભાડું ચૂકવવું પડશે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ નિયમ મુજબ, મુસાફરીની વિવિધ બોગી કેટેગરી અનુસાર કોઈપણ વધારાના ભાડા વિના સામાન લઈ જવાની મંજૂરી છે. ઉદાહરણ તરીકે, ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરનારાઓને 70 કિલો સુધીનો સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. એસી સેકન્ડ ક્લાસના મુસાફરો માટે, આ મર્યાદા 50 કિલો અને થર્ડ એસી અને સ્લીપર ક્લાસના મુસાફરો માટે, આ મર્યાદા 40 કિલો સુધી હશે. તેવી જ રીતે, જનરલ ટિકિટ પર મુસાફરી કરનારા મુસાફરોને તેમની સાથે ફક્ત 35 કિલો સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે.

સામાનનો વજન અને સાઇઝ ચેક નહીં થાય

અગાઉના અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે એરપોર્ટની જેમ, રેલવે સ્ટેશનો પર સામાનનું પ્રી-બુકિંગ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો બેગ અથવા બ્રીફકેસનું વજન નિર્ધારિત મર્યાદા કરતા વધુ હોય, તો આવા મુસાફરો પર દંડ લાદવાની જોગવાઈ છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, નિયમ લાગુ કરવા માટે રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક લગેજ મશીનો પણ લગાવવામાં આવશે. પ્લેટફોર્મ પર પ્રવેશતા પહેલા મુસાફરોની બેગનું વજન અને કદ તપાસવામાં આવશે. આનો અર્થ એ છે કે, મુસાફરોના સામાનનું વજન જ નહીં, પરંતુ તેમની મુસાફરી બેગનું કદ પણ આ મર્યાદામાં રાખવામાં આવશે.

આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું કે, જો નિરીક્ષણ દરમિયાન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ અને બુક ન કરાયેલો સામાન મળી આવે, તો સામાન્ય કરતાં વધુ ભાડું વસૂલવામાં આવશે. મુસાફરોને ફક્ત 10 કિલો સુધીનો વધારાનો સામાન પોતાની સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવશે, તેનાથી વધુ વજનનો સામાન અગાઉથી બુક કરાવવો પડશે. જોકે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હવે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.

રેલવે મંત્રીએ જણાવી હકીકત

બિહારમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિવાળી-છઠ પર 12 હજાર ખાસ ટ્રેનો ચલાવવાના વિપક્ષના આરોપો પર, રેલવે મંત્રીએ કહ્યું કે, દિવાળી અને છઠ મોટા તહેવારો છે અને લાખો લોકો તેમના ઘરે જાય છે, ગયા વર્ષે સાત હજાર ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં ટ્રેનો ચલાવવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ચૂંટણી છે, ત્યાં પણ ગણપતિ ઉત્સવ દરમિયાન લગભગ 400 ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી. અમે ચૂંટણી રાજ્યો જોઈને નહીં પરંતુ અમારા મુસાફરોને સુવિધા આપવા માટે ટ્રેનો ચલાવીએ છીએ.

આ પણ વાંચોઃ સરહદ નજીક પત્ર સાથે કબૂતર પકડાયું, લખેલી છે ખૂબ મોટી ધમકી, સુરક્ષા એજન્સીઓ સતર્ક

આ પણ વાંચોઃ ગુજરાત: દરિયાના તોફાનમાં 3 બોટની જળ સમાધિ, 11 ખલાસી લાપતા

Back to top button