ટ્રેન્ડિંગનેશનલ

પ્રાઇવેટ નોકરી કરો છો તો તુરંત જાણી લો આ નિયમ, હવે કોઈ કંપની નહીં મારી શકે તમારો હક!

નવી દિલ્હી: 20 ફેબ્રુઆરી, 2026: દેશના કોર્પોરેટ અને નોકરીયાત વર્ગ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે જૂના 29 શ્રમ કાયદાઓને નાબૂદ કરીને હવે ચાર નવા ‘લેબર કોડ’ લાગુ કરી દીધા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ નવા નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે કંપનીઓ માટે અંદાજે બે ડઝન કડક નિયમોની યાદી તૈયાર કરી છે, જેથી કર્મચારીઓના અધિકારોનું રક્ષણ થઈ શકે અને કાનૂની વિવાદો ઘટે.

શું છે સરકારની નવી માર્ગદર્શિકા?

અગાઉના શ્રમ કાયદાઓ વિખરાયેલા હોવાથી કંપનીઓ અને કર્મચારીઓ વચ્ચે અવારનવાર ભ્રમની સ્થિતિ સર્જાતી હતી. હવે સરકાર એક વિસ્તૃત હેન્ડબુક (માર્ગદર્શિકા) લાવી રહી છે. આ હેન્ડબુક કંપનીઓ માટે ‘ટુ-ડુ લિસ્ટ’ જેવું કામ કરશે, જેનાથી કોઈ પણ કંપની પોતાની કાનૂની જવાબદારીઓમાંથી છટકી શકશે નહીં.

પગારથી લઈને સુરક્ષા સુધીના કડક નિયમો

નવા 4 કોડમાં પગાર, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને કાર્યસ્થળની સુરક્ષાનો સમાવેશ થાય છે:

  • તાત્કાલિક પાલન: કોઈપણ નવા કર્મચારીના જોડાવા કે નવી કંપની શરૂ થવાના પ્રથમ દિવસથી જ 7 પાયાના નિયમોનું પાલન અનિવાર્ય છે.
  • માસિક જવાબદારી: દર મહિને કર્મચારીઓને સમયસર પગાર આપવો, પીએફ (EPFO) અને ઈએસઆઈ (ESIC) જમા કરાવવું અને ફરજિયાતપણે સેલેરી સ્લિપ આપવી જરૂરી રહેશે.

છટણી અને રાજીનામાના નવા નિયમો

કંપનીઓ માટે હવે કર્મચારીના એક્ઝિટ અને અકસ્માત સમયે જવાબદારી વધી ગઈ છે:

  • અકસ્માત રિપોર્ટ: કાર્યસ્થળ પર અકસ્માત કે બીમારીના કિસ્સામાં મેનેજમેન્ટે 24 થી 72 કલાકમાં રિપોર્ટ કરવો પડશે.
  • ફુલ એન્ડ ફાઈનલ: જો કોઈ કર્મચારી નોકરી છોડે, તો તેનો પૂરો હિસાબ ૨ દિવસમાં અને ગ્રેચ્યુઈટી 30 દિવસમાં ચૂકવવી પડશે.
  • સરકારી પરવાનગી: 300 થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓએ છટણી કે તાળાબંધી કરતા પહેલા સરકારની મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

Back to top button